<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

જુનાગઢમાં ૨૬.૮૦ લાખની આંગડીયા લૂંટ કરનારા ૩ આરોપીના રિમાન્‍ડની તજવીજ

જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી અયાન ઉર્ફેપાચીયો અમીનભાઇ હાજીઅબ્‍દુલ્લા મુળીયા ઘાંચી મુસ્‍લીમ, સાહીલ ઉર્ફે સોયલો આમદભાઇ કાસમભાઇ દલ ગામેતી મુસ્‍લીમ, રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન કાસમખાન પઠાણ તુર્ક મુસ્‍લીમની સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩:       જૂનાગઢમા આંગડીયા પેઢી લુંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડીને રોકડા  રૂ.૨૬,૮૦,૦૦૦/નો મુદામાલ જપ્ત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે કરેલ છે.

જૂનાગઢના રહીશ સાહેદ મયુરસિંહ સોલંકીએ ફરીયાદી રમજાનભાઇ હારૂનભાઇ ઉઠમના, ઘાંચી ને રોકડા રૂપીયા ૨૬૮૦૦૦૦ નુ જુનાગઢમાં આંગડીયુ કરવા આપેલ જે રૂપીયા લઇ ફરીયાદી તથા આ કામના આરોપી નં. (૧) અયાન ઉર્ફે પચીયો સાથે આંગડીયુ કરવા ગયેલ હોય અને સાહેદે આંગડીયુ કરવાની ના પાડેલ ત્‍યાર બાદ તે રૂપીયા લઇ ફરીયાદી આરોપી અયાન ઉર્ફે પાચીયો પરત આવતા હોય ત્‍યારે આરોપી અયાન ઉર્ફે પાચીયએ મોકલેલ તેના મિત્રોએ ફરીયાદીના ગળાના ભાગે છરી રાખી ઇજા કરી મારી નાખવાની બીક બતાવી રોકડા રૂ. ૨૬,૮૦,૦૦૦ /- ભરેલ થેલાની લુટ કરી નાશી ગયેલાનો બનાવ બનેલ. જે અંગે ૅ જૂનાગઢ એ ડીવીઝન પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૧, ૧૧૧(૩), ૫૪ તથા જી.પી.એક્‍ટ કલમ ૧૩૫ મુજબનો ગઇ તા.૨૧/૧૦/૨૦૨૪ ના ક.૨૧/૧૫ વાગ્‍યે જાહેર થયેલ છે.

પોલીસે (૧) અયાન ઉર્ફે પાચીયો  અમીનભાઇ હાજીઅબ્‍દુલ્લા મુળીયા ઘાંચી મુસ્‍લીમ, ઉવ. ૧૮ (જન્‍મ તા.૨૧/૦૯/૨૦૦૬) ધંધો. ખેતીકામ રહે. રહેઠાળ ફળીયા, નળવાળો ચોક, જુનાગઢ (૨) સાહીલ ઉર્ફે સોયલો  આમદભાઇ કાસમભાઇ દલ ગામેતી મુસ્‍લીમ, ઉવ.૨૩ ધંધો. મજુરી રહે. અજંટા ટોકીઝ, ફીલ્‍ટર પ્‍લાન પાસે ધારગઢ રોડ, જુનાગઢ(૩) રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન કાસમખાન પઠાણ તુર્ક મુસ્‍લીમ, ઉવ. ૨૧ ધંધો. મજુરી રહે. મતવાવાડ, જેલ રોડ, જુનાગઢની ધરપકડ કરવામાં આવી છે. કબ્‍જેકરેલમુદામાલ રોકડા રૂા.૨૬,૮૦,૦૦૦/ કાળા કલરનુ સુઝુકી કંપનીનુ બર્ગમેન રજી. જીજે-૧૧-સીપી-૬૦૩૧ મો.સા.-૧ કિ.રૂ.૪૫,૦૦૦/-   મોબાઇલ ફોન-૩ કિ.રૂા.૪૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨૭,૬૫,૦૦૦ જપ્ત કરવામાં આવેલ છે અને રિમાન્‍ડની તજવીજ હાથ ધરી છે.

(1:41 PM IST)