News of Wednesday, 23rd October 2024
જુનાગઢમાં ૧૦૭ થી વધુ ગુન્હા આચરનાર કારા દેવરાજ રાડાની ટોળી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩: જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચનાર તથા વારંવાર ગુન્હાઓ કરતી જુનાગઢ જિલ્લાના ગાંધીગ્રામ વિસ્તારના ૧૦૭ થી પણ વધુ ગુના આચરનાર ખુંખાર રીઢા ગુનેગાર કારા દેવરાજભાઇ રાડાની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરૂધ્ધમાં ગુજ. સી.ટોક કાયદા હેઠળ આક્રમક પગલા લઇ જેલમાં ધકેલી દીધેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગેંગ લીડર કારા દેવરાજભાઇ રાડા તથા તેની ગેંગના સભ્ય પ્રતાપ શીવુભા, નગા સરમણભાઇ રાડા સામે કાર્યવાહી કરી છે.
આ કામગીરી જુનાગઢ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે. પટેલ સી-ડીવીઝન પો. સ્ટેના પો. ઇન્સ. એન.એલ. પાંડોર એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ, સામતભાઇ કે.બારીયા તથા પોલીસ હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ તથા જુનાગઢ તાલુકા પો. સ્ટે.ના પો. કોન્સ. દિપકભાઇ ચૌહાણ તથા સી-ડીવીઝન પો. સ્ટે. પો. હેડ કોન્સ. સંજયસિંહ રાઠોડ, વિકાસભાઇ ડોડીયા વિગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
