તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Wednesday, 23rd October 2024
રાત્રે ભવનાથમાં બે બાળ સિંહ રોડ પર આવી ગયા
પાળી પર બેસીને લોકોને દર્શન આપ્યાઃ સોશ્યલ મીડીયામાં વીડિયો વાયરલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૩: ગિરનાર જંગલમાંથી વન્ય પ્રાણીઓ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. હવે બાળ સિંહની પણ અવરજવર શરૂ થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તાજેતરમાં જૂનાગઢના મધુરમ, આંબેડકર નગર, બિલખા રોડ વિસ્તારમાં વન્ય પ્રાણીએ આટાફેરા કર્યા હતા. ગિરનાર દરવાજા સુધી પણ સિંહ આવી પહોંચ્યો હતો. અને સોનાપુરી સ્મશાન પાસે પણ અનેક વખત સિંહ દર્શન થાય છે.
આ દરમિયાન ગઈકાલે રાત્રે ભવનાથમાં બે બાળસિંહ રોડ ઉપર આવી ચડી હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. બે બાળ સિંહ ભવનાથ રોડ ઉપર બિન્દાસ રીતે બેઠેલા જોવા મળ્યા હતા. રસ્તાની સાઈડ પર આવેલી પાળી પર બેસીને બંને બાળસિંહને લોકોને મફતમાં સિંહ દર્શન કરાવ્યું હતું.
રાત્રિના ૧૦ વાગ્યા આસપાસ બંને બાળ સિંહના દર્શન કરી લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. (તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
