News of Wednesday, 23rd October 2024
ગીર સોમનાથ એલસીબી પોલીસે ૨ શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા પ્રોહીબુટલેગર તથા માથા ભારે વ્યકિતઓ પર પાસા જેવા અટકાયતી પગલા લેવા સૂચના કરેલ હતી.
જે અનુસંધાને. નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓ મારફત ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી ડી.ડી. જાડેજા સાહેબ તરફ મોકલતા તેઓશ્રી દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવળત્તિ આચરતા નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતા.જેથી (૧) જસુ દડુભાઇ ગોહીલ ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે સનખડા માલણ નામની વાડી વિસ્તાર તા.ઉના જી.ગીરસોમનાથ માન ભીખુભાઇ ઉર્ફે ભીખાભાઇ ભાલીયા ઉવ.૩૫ ધંધો ખેતી રહે.વાવરડા વાડીવિસ્તાર શાહી નદીના કાંઠે ભુતડાદાદાના મંદીર પાસે તા.ઉનાને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દીધેલ છે.
આ કામગીરી એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા. પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ. એ.એસ.આઇ. પીઠરામભાઈ જેઠવા, સુભાષભાઇ ચાવડા, પો.હેડકોન્સ પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, ગોવીંદસિંહ વાળા, પ્રવિણભાઇ બાભણીયા તથા પો.કોન્સ વિજયભાઇ ચૌહાણ, રાહુલભાઈ છેલાણા, નિલેષભાઇ નીમાવતે કરી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
