<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ખેતી બેંકની વડી કચેરી તથા ૧૭ જિલ્લા કચેરીઓમાં બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ સેવાના સમન્‍વયથી ઉજવણી

બેંકની વડી કચેરીએ નિવૃત જજ-ડાયરેકટર ઓફ પ્રોસિકયુશન અંબાલાલ પટેલની ઉપસ્‍થિતિમાં સોલા ભાગવતના બ્રાહ્મણો દ્વારા શાષાોકત વિધિથી વૃક્ષારોપણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩: કેન્‍દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના ૬૦માં જન્‍મદિવસ પ્રસંગેબેન્‍કના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ખેતી બેન્‍ક દ્વારા રાજ્‍યભરની સેવાભાવી સંસ્‍થાઓમાં ભોજન અને સેવા કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાએ બેન્‍કના જિલ્લા ડિરેક્‍ટરશ્રીઓએ પણ ઉપસ્‍થિત રહી આ સેવાકાર્યથી જન્‍મદિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદ ખાતે આવેલ શ્રી વાસુકી ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત વાત્‍સલ્‍ય વળદ્ધાશ્રમમાં અમિતભાઈ શાહના જન્‍મ દિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી. વળદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વળદ્ધોને ભોજન કરાવવામાં આવ્‍યું હતું.

બેન્‍કની વડી કચેરીએ નિવળત્ત જજ-ડાયરેક્‍ટર ઓફ પ્રોસિકયુશન (ફરિયાદ પક્ષ નિયામક) શ્રી અંબાલાલ પટેલની ઉપસ્‍થિતિમાં સોલા ભાગવતના ૫૧ બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિથી વળક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. અમિતભાઈ શાહના દીર્ઘાયુ અને તંદુરસ્‍તી માટે સોલા ભાગવતના બ્રાહ્મણો દ્વારા મહામળત્‍યુંજય મંત્રનો જાપ કરવામાં આવેલ. આજના કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ અને બેન્‍કના કર્મચારીઓએ શ્રી અમિતભાઈ શાહ સાહેબના લાંબા આયુષ્‍ય માટે અને તેમની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરેલ હતી.

(2:33 PM IST)