હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૩: ગુજરાતના અનેક જીલ્લામાં નવરાત્રી બાદ વરસાદ પડ્યો છે જેથી કમોસમી વરસાદ તેમજ અતિવળષ્ટિને કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા માટે મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના કળષિ મંત્રીને આવેદન પાઠવી રજૂઆત કરી છે
જે રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાતના મોટાભાગના જીલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે ઓગસ્ટ માસમાં ભારે વરસાદ બાદ નવરાત્રી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતના મોઢામાંથી કોળીયો છીનવાઈ ગયો છે મોરબી જીલ્લામાં મગફળી અને કપાસનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે કાપણીના સમયે માવઠાએ ખેડૂતોના ઘરોમાં દિવાળીએ હોળી જેવી હાલત કરી નાખી છે જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસતા સરકાર દ્વારા પિયત માટે ફોર્મ ભરવા મૌખિક સુચના આપી હતી ધોવાણ થયેલ ખેતરનો સર્વે હજુ સુધી કરેલ નથી કળષિ વિભાગે જાહેરાત કરી હતી કે ખેતીવાડી વિભાગની ટીમો સર્વેની કામગીરી કરીને રીપોર્ટ આપશે તે રીપોર્ટ પણ અપાઈ ગયેલ છે
દોઢ મહિનો વીત્યા છતાં અતિવળષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય મળી નથી દિવાળી તહેવાર આવતો હોવાથી તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતોના ઘરમાં દિવાળી સુધરી સકે હાલ બે દિવસના કમોસમી વરસાદથી ખેડૂતો સોયાબીન, અડદ, મગ જેવા પાકોમાં સીઝન શરૂઆત હતી પરંતુ પાછોતરા વરસાદથી ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઇ શકયા નથી અને નાશ પામ્યો છે જેથી લીલો દુષ્કાળ જાહેર કરી તત્કાલ વળતર ચુકવવા માંગ કરી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM