News of Wednesday, 23rd October 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે તા. ૨૭ ઓક્ટોબરના રોજ યોજાશે પર્યટન પર્વ : વિખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે : ઝાંઝરી ગૃપનો સાંસ્કૃતિક કાર્યક્રમ
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય હેમંતભાઇ ખવા, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા ઉપસ્થિત રહેશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩ : ગુજરાત સરકારના રમત – ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૭-૧૦-૨૦૨૪ને રવિવારના રોજ સાંજે ૦૭ કલાકે શિવરાજપુર બીચ ખાતે પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ – ૨૦૨૪નુ આયોજન કરવામાં આવ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે તેમજ શ્રી ઝાંઝરી ગૃપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
પર્યટન પર્વમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય હેમંતભાઇ ખવા, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની વિશેષ ઉપસ્થિતી રહેશે.
તા. ૨૭-૧૦-૨૦૨૪ને રવિવારના રોજ સાંજે ૦૭ કલાકે શિવરાજપુર બીચ ખાતે યોજાનાર પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ – ૨૦૨૪ને નિહાળવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
