News of Wednesday, 23rd October 2024
કચ્છના ખારોઈ ગામે સર્જાઇ કરૂણાંતિકા: પિતા, પુત્રના નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત
ખેતરમાં જુવાર કાપણી દરમ્યાન ૧૪ વર્ષીય પુત્ર ખમીસા જાનમામદ સીદી નજીકની નર્મદા કેનાલમાં ડૂબતા તેને બચાવવા પિતા જાનમામદ સીદી તેને બચાવવા કૂદી પડ્યા :કમનસીબે પિતા, અને પુત્રના મોતની કરુણાંતિકા સર્જાઈ:બબ્બે મોતના ભચાઉ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

ભુજ : કચ્છના ખારોઈ ગામે સર્જાઇ કરૂણાંતિકા: પિતા, પુત્રના નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે , ખેતરમાં જુવાર કાપણી દરમ્યાન ૧૪ વર્ષીય પુત્ર ખમીસા જાનમામદ સીદી નજીકની નર્મદા કેનાલમાં ડૂબવા માંડતા, તેને બચાવવા પિતા જાનમામદ સીદી તેને બચાવવા કૂદી પડ્યા હતા. પણ, કમનસીબે પિતા, અને પુત્રના મોતની કરુણાંતિકા સર્જાઈ હતી. બબ્બે મોતના ભચાઉ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (રિપોર્ટ: વિનોદ ગાલા,અકિલા, કચ્છ)
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
