News of Friday, 25th October 2024
વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે આજે કુંવરજીભાઈની અધ્યક્ષતામાં યોજાશે ભવ્ય રાસોત્સવ
જસદણ અને વિંછીયા તાલુકાના ગામોની અનેક શાળાઓ અને કોલેજના ગ્રુપો ભાઞ લેશે:સુપ્રસિદ્ધ ગાયિકા જશુબેન આહીર બોલાવશે ગરબાની રમઝટ:જસદણ-વિંછીયાની જનતાને ભાગ લેવા,પધારવા અનુરોધ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.25 : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને આદર્શ શૈક્ષણિક સંકુલ અમરાપુરના સહયોગથી રાસોત્સવ-૨૦૨૪ નું આજે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાશે.
જસદણ અને વિંછીયા તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનો, જુદી જુદી શાળા અને કોલેજના ગ્રુપો આ રાસોત્સવ-૨૦૨૪ માં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા જશુબેન આહીર અને તેમનું ગ્રુપ ગરબાની રમઝટ બોલાવશે દરેક ભાગ લેનાર ખેલૈયાઓ માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ પણ કરવામાં આવશે આ કાર્યક્રમના સંચાલકોએ જસદણ અને વિંછીયાના લોકોને આ જાહેર રાસોત્સવ-૨૦૨૪ માં ભક્તિમય વાતાવરણમાં માતાજીની અર્ચના માટે પધારવા અનુરોધ કરેલ છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
