News of Friday, 25th October 2024
વિસાવદરમાં ઈકો ઝોનના પ્રચંડ વિરોધ સાથે જબ્બર ટ્રેક્ટર રેલી : હજારો ખેડૂત ભાઈ-બહેનો જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: વિસાવદરમાં ઈકો ઝોનનો પ્રચંડ વિરોધ કરતી વિશાળ ટ્રેક્ટર રેલી હજારો ખેડૂત ભાઈ-બહેનોની હાજરીમાં કાલસારી ગામથી વિસાવદર પ્રાંત કચેરી સુધી નીકળી હતી અને પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી ઈકો ઝોન નાબૂદ કરવા માંગ કરી હતી.
કોંગ્રેસ-આમ આદમી પાર્ટીએ અગાઉ જાહેરાત કર્તા મુજબ ટ્રેક્ટર રેલીના કાર્યક્રમ સબંધે ખેડૂતો કાલસારી ખાતે ટ્રેક્ટર લઈ એકત્રિત થયા હતા પરંતુ રેલીની મંજૂરી સબંધે મડાગાંઠ સર્જાઈ હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના મતે ખેડૂતો રેલી કાઢવા મક્કમ હતા અને આખરે વહીવટ તંત્રએ પણ પરિસ્થિત પારખી રેલીની મંજૂરી આપતા જય જવાન, જય કિસાનના નારા સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં બહેનો પણ જોડાયા હતા. ખેડૂત પુત્રીઓ ખુદ ડ્રાઇવીંગ કરી ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. આ રેલીમાં ગોપાલ ઇટાલીયા, પરેશ ગૌસ્વામી, લલિત વસોયા, કરશનદાશબાપુ ભાદરકા, રાજુભાઇ કરપડા, પાલભાઈ આંબલીયા પણ જોડાયા હતા.તેમજ સ્થાનિક આગેવાનો કરશનભાઈ વાડોદરિયા, ભરતભાઈ અમીપરા, ભરતભાઈ વિરડીયા, હરેશભાઇ સાવલિયા, હિતેશભાઈ વઘાસિયા, રાજુભાઇ બોરખતરિયા,મહેન્દ્રભાઈ ડોબરીયા સહિત નામી-અનામી સેંકડો આગેવાનોએ રેલીને સફળ બનાવી હતી.અને પ્રાંત કચેરીએ આવેદન આપી ઇકોઝોન નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
