<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં ઉના પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનું મોત

ઊનાથી પૂર્વ પાલિકા પ્રમુખના પુત્ર અને તેમનો મિત્ર બુલેટ લઈ રાજકોટ જતા હતા ત્યારે સોનારીયા પાસેથી આવતી ત્રણ સવારી બાઈક અને બુલેટ ધડાકાભેર અથડાઈ

ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં, ઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર નું ઘટના સ્થળે મોત થું છે. સોનારીયા ગામ પાસે ઊનાથી પૂર્વ પાલિકા પ્રમુખના પુત્ર અને તેમનો મિત્ર બુલેટ લઈ રાજકોટ જતા હતા. તે દરમિયાન સોનારીયા પાસેથી આવતી ત્રણ સવારી બાઈક અને બુલેટ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બુલેટ સવાર નગરપાલિકા પૂર્વ પ્રમુખના પુત્ર પંકજ ચૌહાણનું ધટના સ્થળે મોત થયુ અને તેમના મિત્રને ઈજાઓ પહોંચી છે.


 

(8:48 PM IST)