<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના સઘન પ્રયાસોથી કેશોદ-પોરબંદર ઘેડ પંથકમાં ચોમાસામાં પડતી મુશ્‍કેલીઓનો અંત આવવાની તૈયારી

(વિનુ જોષી દ્વારા) પોરબંદર,તા. ૨૮: પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આ ઘેડ પંથક માટે સંવેદનશીલ પ્રયત્‍નો નો ખેડત ભાઈઓ અને ઘેડ પંથકાન પ્રજાજનો વતી આવકારીએ છીએ - શ્રી કિરીટ પટેલ જીલ્લા ભાજપ અધ્‍યક્ષ.

જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્‍યું છે કે, જુનાગઢ તથા પોરબંદરના ઘેડ વિસ્‍તારમાં છેલ્લા ઘણા વર્ષોમાં વધારે વરસાદના કારણે પાણી ભરાવવાથી ઘેડ વિસ્‍તારના ગામો સંપર્ક વિહોણા બને છે. અને તેને મેડીકલ કે અન્‍ય કોઈ સહાય પહોંચાડી શકાતી નથી. ઉપરાંત ભારે વરસાદના કારણે પાણી ભરાવવાથી ખેડુતોને પાકમાં મુશ્‍કેલી સર્જાય છે. અને આર્થીક નુકશાની પણ સહન કરવી પડે છે. આ ઘેડ પંથકની સમસ્‍યાઓનું આજીવન સમાધાન કરવા માટે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના સઘન પ્રયત્‍નો અન્‍વયે સરકાર દ્વારા ઘેડ વિસ્‍તારમાં સર્વે કરવા માટે માર્ગ અને મકાન વિભાગમાં (પી.ડબલ્‍યુ.ડી) અંદાજે રૂ. ૪ કરોડ મંજુર કરવામાં આવેલ છે. આ સર્વેમાં ઘેડ વિસ્‍તારના રોડ તથા નાળા-પુલીયા નુ સર્વે કરવામાં આવશે. સર્વે બાદ તે કામોનુ બજેટ મંજુર કરી

અને તે કામો કરવામાં આવશે જેના કારણે ઘેડ વિસ્‍તારમાં ચોમાસા દરમ્‍યાન વારંવાર પાણી ભરાવાથી સર્ર્જાતિ મુશ્‍કેલીઓનો આજીવન અંત આવશે. અને વધારે વરસાદ પડે તો પણ ઘેડ વિસતારનું એક પણ ગામ સંપર્ક વિહોણુ ના બને અને જરૂરી મદદ તાત્‍કાલીક પહોંચાડી શકાશે. પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના સઘન પ્રયાસોના કારણે ઘેડ વિસ્‍તારની મોટી સમસ્‍યાનો આજીવન અંત આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણેપોરબંદર લોકસભાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા ઘેડ પંથકના ગામડાઓનો પ્રવાસ કરી તેની રજુઆતો સાંભળીને ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટીના કારણે થયેલ પાક નુકશાન માટે આર્થીક સહાય જાહેર કરેલ છે.

(9:47 AM IST)