News of Monday, 28th October 2024
કોડીનારમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાના સંગ્રહથી શહેરીજનો ચિંતિત

કોડીનાર તા.૨૮: કોડીનારમાં ફટાકડા વેચાણ માટે ગણતરીના જ વેપારીઓને લાયસન્સ ઇશ્યૂ કરાયા છે.અને તે પણ શહેરની બહાર શિંગોડા નદીના કાંઠા વિસ્તારમાં સેફ્ટીના તમામ સૂચનોના પાલન કરવા ની શરતે ઉભા કરાયેલા સ્ટોલમાં જ પરવાનગી અપાય છે ત્યારે નિયમોની એસીતેસી કરીને કોડીનાર શહેરના રહેણાંકી વિસ્તારો માં અનેક જગ્યાએ કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર મોટાપાયે ફટાકડાના જથ્થા નો મોટોસ્ટોક રાખી બેરોકટોક વેપાર ચાલે છે.સાથોસાથ
બિલાડીના ટોપની માફક શાકભાજીની જેમ મંજૂરી વગરની અનેક જાહેર સ્થળોએ પણ સ્ટોલ બનાવી ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. ચિંતાજનક બન્યું છે. લાઇસન્સ ધારકો સિવાયના સ્ટોલ પણ ઊભા થઈ ગયા છે અને શહેરની અંદર પણ કેટલીક જગ્યાએ રીતસર ની દુકાનો પણ ખુલી ગઈ છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર શહેરમાં રહેણાંકી વિસ્તારોમાં અનેક જગ્યાએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર મોટાપાયે ફટાકડા નો જથ્થો રાખીને વેપાર ચાલે છે જેઓની પાસે આટલો વિશાળ જથ્થો રાખવાનું એક્સપ્લોઝ લાઇસન્સ કે ફાયર સેફ્ટી નો કોઈપણ પ્રકાર ના નિયમનું પાલન કર્યા વગર ના આ ફટાકડાના જથ્થાની તૂરતજ તપાસ થાય તેમજ આ જથ્થાબંધ વેપારીઓ જીએસટીની પણ મોટા પાયે ચોરી કરતા હોય ત્યારે તંત્ર દ્વારા નાના માછલીઓને બદલે મોટા મગરમચ્છો સામે પગલા ભરે તે ઇચ્છનીય છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
