<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પ્રેમ સંબંધમાં ગાંધીધામમાં થયેલ ખૂનના બનાવમાં ૪ આરોપી ઝબ્‍બે

 

ભૂજ તા. ર૮: ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશન એ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૬ર૪૧૩૬૩/ર૦ર૪ બી.એન.એસ. કલમ-૧૦૩(૧), ૧૧પ(ર), ૩(પ), ૬૧(ર) મુજબનો ગુનો તા. ર૬/૧૦/ર૦ર૪ના જાહેર થયેલ હોય પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. ડી. ચૌધરી ગાંધીધામ એ આરોપીઓને શોધવા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આરોપી શોધી પકડવા સુચના આપેલ હોય જે અન્‍વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સ્‍ટાફના માણસોએ હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્‍સની મદદથી (૧) શંકર રામજીભાઇ પિંગલસુર (મહેશ્‍વરી) ઉ.વ. ર૭, (ર) નરેશ દેવરાજભાઇ ધુઆ (મહેશ્‍વરી) ઉ.વ. ર૪, (૩) પ્રેમ ખીમજીભાઇ જાંજીયા (મહેશ્‍વરી) ઉ.વ. રર, (૪) નીતીન ગોપાલભાઇ ભર્યા (મહેશ્‍વરી) ઉ.વ. રપ, રહે. મહેશ્‍વરીનગર ઝુપડાં ગાંધીધામ તે મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કામે મરણજનારને આરોપીઓ (૧) શંકર રામજીભાઇ પિંગલસુર તથા (ર) નરેશ દેવરાજભાઇ ધુઆએ તેઓની કૌટુમ્‍બીક બહેનો સાથે અફેર હોઇ જે બાબતેનો ખાર રાખી મરણજનારને ગાંધીધામ ખાતે બોલાવી ફોર્ડ ઇકો સ્‍પોર્ટ ગાડીમા રમત ગમત સંકુલમાં લઇ જઇ અફેર બાબતે ઝગડો કરી લાકડાના ધોકા વડે મારમારી આરોપીઓ (૩) પ્રેમ ખીમજીભાઇ જાંજીયા તથા (૪) નીતીન ગોપાલભાઇ ભર્યાએ ધડબુશટનો માર મારતા શરીરના મુઢ ઇજાઓ પહોંચતા મરણ ગયેલ છે.

ઉપરોકત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એમ. ડી. ચૌધરી તથા પો. સબ ઇન્‍સ. શ્રી એમ. એચ. જાડેજા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.

(2:44 PM IST)