News of Monday, 28th October 2024
૪ વર્ષથી માત્ર એક લોટો નર્મદાના જળપાન કરીને તપસ્યા કરનાર અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ‘દાદાગુરૂ'ની ટંકારામાં પધરામણી

ટંકારા પીએસઆઇ એમ.જે.ધાંધલ દ્વારા પર્યાવરણ માટે અનેકો વૃક્ષ ઉછેરી પોલીસ સ્ટેશન હરીયાળુ કરવાની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક વૃક્ષનું વાવેતર કર્યું
(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૮: ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાન કરીને હજારો દિવસથી તપસ્યા કરનાર સંતે આજે ટંકારા પધરામણી કરી હતી.
રાજકોટ તરફ જતી વેળાએ ટંકારા પી એસ આઈ એમ. જે. ધાંધલ જે પર્યાવરણ માટે અનેકો વળક્ષ ઉછેરી પોલીસ સ્ટેશન હરીયાળુ કરવાની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક વળક્ષનું વાવેતર કર્યુ હતું. આ તકે ઙ્કકુતી જીવ છે જેની જાળવણી કરી આપણે જીવંત રહી શકવાની વાત કરીને ટંકારામા વળક્ષો પ્રત્યેની ચિવટની ખુબ પ્રશંસા કરી હતી.
૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદા મૈયાનનુ પાણી પી મહાવ્રતનુ પાલન કરનાર દાદાગુરૂએ ખુબ રાજીપો વ્યક્ત કરીને ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે તેમ જણાવ્યું હતું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
