તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર
News of Monday, 28th October 2024
નરેન્દ્રભાઇ અમરેલી જીલ્લામાં : ભારતમાતા સરોવર-વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહુર્ત
અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા,જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ જિલ્લાને અંદાજે રૂા.૪૮૦૦ કરોડથી વધુના ખર્ચે ૧,૬૦૦ જેટલાં વિકાસ કાર્યોની ભેટ મળશે

અમરેલીઃ તસ્વીરમાં ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા દ્વારા નિર્મિત ભારતમાતા સરોવર નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૮: આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે અમરેલી જીલ્લાની મુલાકાતે બપોર બાદ આવી રહયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂા. ૪૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આ તકે ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા દ્વારા નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે.
આ તકે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા રાજયના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે.
તા.૨૮ ઓકોટોબરે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧,૬૦૦ જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.
અમરેલી જિલ્લામાં ગાગડીયો નદી પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અન્વયે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રુ.૩૫ કરોડના ખર્ચે ગાગડીયો નદી પુનઃજીવિત કરવા અને નદી પર બનાવવામાં આવેલા ભારત માતા સરોવરના લોકાર્પણના કાર્યોનો પણ સમાવેશ છે.વોટરશેડ ખાતા હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. વધુમાં ચેકડેમની બંને બાજુએ માટીથી મજબૂતાઇ કરવામાં આવી છે, આથી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં ૨૦ કરોડ લીટરનો વધારો થયો છે.
આજે દુધાળા ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના આર્થીક સહયોગથી નિર્માણ થયેલ ભારતમાતા સરોવરનું લોકાર્પણ થનાર છે. ગાગડીયો નદી મૃત પ્રાય થઇ ગયેલ તેનો ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાએ સજીવન કરી ભારત માતા સરોવર, બાજુ સરોવર, દાદાનું સરોવર, હરીકૃષ્ણ સરોવર સહીત અનેક સરોવરોનું નિર્માણ કરી આ પંથકની અતૃપ્ત ભુમીને તુપ્ત કરી છે. આ વિસ્તારના ખેતી ઉત્પાદનમાં નોંધનીય વધારો થવા પામેલ છે. (૪.૨૫)
ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી લાઠી અને લીલીયા તાલુકામાં ગાગડીયો નદીનું નવસર્જન
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૮ :.. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૮ ઓકટોબર, ૨૦૨૪ને સોમવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓશ્રી લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકામાં આવેલ ગાગડીયો નદી પર જળ સંગ્રહના કાર્યો થયા છે.
ગાગડીયો નદીને ૨૯ કિમી લંબાઇમાં આશરે ૩૨ લાખ ઘન મીટર માટી-કાપનું ડિસિલ્ટીંગ કરવામાં આવ્યું. ચેકડેમના પાળાઓના મજબૂતીકરણના કાર્યો પણ કરવામાં આવ્યા. આ કામોના પરિણામે ચેકડેમ અને સરોવરની જળસંગ્રહ શક્તિમાં આશરે ૩૨૦ કરોડ લીટરનો ઉમેરો થયો છે. ગાગડીયો નદીને પુનઃજીવિત કરવાના આ વિકાસ કાર્યમાં ૧૫ ગામની ૩૮૦૦ એકર જમીનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇનો લાભ મળ્યો છે. ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઉંચા આવ્યા છે જેના લીધે પાણીની સગવડમાં વધારો થયો છે. આમ, ગાગડીયો નદીનું નવસર્જન થયું છે. (૪.૨૫)
પર્યાવરણમાં મહત્વનો ફાળો-મહત્તમ સોલાર રૂફ ટોપ સુવિધા ધરાવતું અમરેલીનું દૂધાળા ગામ
પર્યાવરણ અને પ્રકળતિ સંરક્ષણ ક્ષેત્રે અસરકારક કામગીરી થકી અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ બનતા દૂધાળાના ગ્રામજનો
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૮ :.. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સોમવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓશ્રી લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે.
સોલાર રુફ ટોપનો વ્યાપ વધે અને નાગરિકો સ્વચ્છ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સોલાર રુફ ટોપ માટે સહાય પણ આપવામાં આવે છે. વરસાદી પાણીથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જની પ્રવળત્તિઓમાં અહીંના નાગરિકોએ પણ જાગળત્તિ દાખવતા ઉજજ્વળ ભાવિ માટે પ્રકળતિ સંવર્ધનના કાર્યોને પ્રાથમિકતા આપી છે. અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દાતાશ્રીઓ અને ઉદ્યોગપતિશ્રીઓએ વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા અને પ્રકળતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમની ઝાંખી કરાવી છે. રાજય સભાના સાંસદ શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ વ્યક્તિગત રીતે તેમના વતન દુધાળા ગામ ખાતે ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધાનું નિર્માણ કર્યુ છે. પ્રકળતિ દોહનને બદલે પ્રકળતિ સંરક્ષણ માટેના તેમના ભાવ અને વિચાર થકી સમગ્ર દુધાળા ગામમાં નિર્માણ પામેલી આ સુવિધા થકી ઇકો સિસ્ટમને ઘણો ફાયદો થશે. શ્રી ધોળકીયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય થકી પર્યાવરણ અને પ્રકળતિ સંરક્ષણ પ્રત્યેની આપણા સૌ કોઇની જવાબદારીનો સંદેશ પણ મળી રહ્યો છે. મહત્વનું છે કે, દુધાળા ગામમાં ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધા છે, જે ૨૬૨ કિલોવોટની ક્ષમતા ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૪ના સમયગાળામાં ૪,૫૯,૩૦૬ યુનિટ જનરેટ થયા છે.
સોલાર રુફટોપ સુવિધા થતાં દુધાળાના વીજધારકો દ્વારા પીજીવીસીએલને વીજ વેચાણ કરતાં વીજધારકોના ખાતામાં રકમ રુ. ૩,૫૬,૧૨૪.૮૦ બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં મહત્તમ સોલાર રુફ ટોપ ધરાવતા ગામ તરીકે દુધાળા ગામ પર્યાવરણમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
