તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર

સોનામાં વધુ ૧૦૦૦ રૂા.-ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો : સોના-ચાંદીમાં સતત બીજા દિવસે તેજીના તરખાટના પગલે ભાવો નવી ઐતિહાસિક સપાટીએ સોનુ (૧૦ ગ્રામ) ના ભાવ ૧,૧૭,૦૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૧,૩૮,૦૦૦ રૂા.ની નવી ટોચે : દિપાવલી અને લગ્નસરાની સીઝન પુર્વે જ સોના-ચાંદીના ભાવો બેકાબુ બનતા નવી ખરીદી માટે લોકો મુંઝવણમાં : ઇન્વેસ્ટરોને બખ્ખા 2:54 PM IST
મધ્યપ્રદેશમાં ગૌમાંસ પર જીએસટી મુક્તિથી કોંગ્રેસ ભડકી : જીતુ પટવારીએ કહ્યું- 26-27 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન થશે. : મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કેન્દ્ર સરકારના ગૌમાંસ પર 0% GST લાદવાના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ નિર્ણયનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ કિંમતે ગૌહત્યા થવા દેશે નહીં.1:10 AM IST
ટ્રમ્પ તંત્રનો વધુ એક સપાટો: અમેરિકામાં વર્ષોથી આતંક મચાવનાર કુખ્યાત ગેંગ 'બેરિઓ ૧૮' આતંકવાદી સંગઠન જાહેર, વૈશ્વિક સંપત્તિઓ થશે ફ્રીઝ : આ ગેંગની પ્રવૃત્તિઓ માત્ર સ્થાનિક કાયદો અને વ્યવસ્થા માટે જ નહીં, પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની ગઈ હતી: આ ગેંગના હજારો સભ્યો છે: આ ક્ષેત્રના સૌથી ભયાનક સંગઠનોમાંનું એક માનવામાં આવે છે11:44 PM IST
યુએનજીએમાં ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પ્રહારો: 'ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેનના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે!': લોકો ઇચ્છે છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતે: રશિયાને ચેતવણી: પેલેસ્ટાઇનનો પ્રસ્તાવ રદ : ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનું શ્રેય લીધું અને દાવો કર્યો કે તેઓ સાત દેશોમાં યુદ્ધોનો અંત લાવ્યા: વાસ્તવિક પુરસ્કાર યુદ્ધોમાં બચી ગયેલા લોકોનું જીવન10:42 PM IST
ભારત-યુએસ સંબંધોમાં નવો વળાંક: શું રશિયાના તેલ પર વાતચીત ચાલી રહી છે? માર્કો રુબિયોના દાવા અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં તફાવત! : જયશંકરે આભાર વ્યક્ત કરતા કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સંરક્ષણ, ઉર્જા, દવા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ છે: જોકે, રશિયન તેલનો કોઈ સીધો ઉલ્લેખ કર્યો નથી.10:41 PM IST
‘મહિલા શક્તિ’ નું પ્રદર્શન: કુખ્યાત ગુનેગારને પકડ્યો!: એન્કાઉન્ટરનું નેતૃત્વ ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ SO રીતુ ત્યાગીએ કર્યું: ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ પણ સામેલ : સહારનપુરના વતની રીતુ ત્યાગીએ જણાવ્યું કે આ તેનું પહેલું એન્કાઉન્ટર હતું: ઓપરેશનમાં કોઈ પુરુષ પોલીસ સામેલ નહોતા: કામગીરી ACP નંદગ્રામ ઉપાસના પાંડેના માર્ગદર્શન હેઠળ થઈ10:37 PM IST
કોલકાતાના દુર્ગા પૂજા પંડાલોમાં 'ક્રાંતિ' અને 'કળા': સેલ્યુલર જેલથી લઈને સ્ટીલના દેવીની અનોખી થીમ!: રાજ્યના બધા પંડાલોને ₹1.10 લાખની સરકારી ગ્રાન્ટ : સુરુચી સંઘ: 'ક્રાંતિકારીનું બલિદાન': ઉત્તર કોલકાતા સર્વોજનીન સમિતિ: 'મહા અલય મા': અર્જુનપુર આમરા સબાઈ ક્લબ: 'મુખમુખી' (સામ-સામે): 45,000થી વધુ પંડાલો10:37 PM IST
બેંગલુરુના ખાડાઓ પર રાજકારણ ગરમાયું: ડીકે શિવકુમારનો ભાજપ પર વળતો પ્રહાર, 'PMના ઘર પાસે પણ ખાડા છે!': ભાજપે 24 સપ્ટેમ્બરે સમગ્ર કર્ણાટકમાં 'રસ્તા રોકો' આંદોલનની જાહેરાત કરી : કોંગ્રેસ સરકારે દાવો કર્યો છે કે તેઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે: શિવકુમારે જણાવ્યું કે વરસાદ હોવા છતાં, દરરોજ આશરે 1,000 ખાડાઓ ભરવામાં આવી રહ્યા છે 10:35 PM IST
કોંગ્રેસે મત ચોરી અટકાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો : ચાર રાજ્યોની પાંચ લોકસભા બેઠકો પર બૂથ રક્ષકો તૈનાત કરવામાં આવશે : કોંગ્રેસ પાર્ટી દ્વારા રચાયેલી એક ટીમે પાંચેય મતવિસ્તારોની મુલાકાત લઈને અને બૂથ સ્તરે સ્થાનિક નેતૃત્વ માટે મતદાર યાદી સમીક્ષા પર તાલીમ વર્કશોપ યોજીને ગ્રાઉન્ડ લેવલનું કામ શરૂ કર્યું છે.10:21 PM IST
સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા અપ્રમાણસર સંપત્તિ કેસમાં ₹7.44 કરોડની સંપત્તિ જપ્ત : તેમના પત્ની શ્રીમતી પૂનમ જૈન અને અન્ય લોકો સામે FIR દાખલ : તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જૈને દિલ્હી સરકારમાં મંત્રી તરીકે સેવા આપતાં 14 ફેબ્રુઆરી, 2015 અને 31 મે, 2017 વચ્ચે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી10:18 PM IST
ટ્રમ્પનો કાફલો પસાર થવાનો હતો, ત્યારે યુએસ પોલીસે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનને રસ્તા પર રોકી દીધા : વિડીયો વાયરલ : ઇમેન્યુઅલ મેક્રોન તેમની કારમાંથી ટ્રાફિકમાં ઉતરતા લોકો તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે : ત્યારબાદ ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સીધા ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને મજાકમાં તેમને કહ્યું કે તેઓ તેમના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા .10:18 PM IST
ટ્રમ્પનું યુનોમાં વિસ્ફોટક પ્રવચન કહ્યું કે: 'યુરોપના દેશો નરક તરફ જઈ રહ્યા છે, અવરોધિત આવાગમન અને ગ્રીન એજન્ડા તેમને વિનાશ તરફ લઈ જઈ રહેલ છે: પ્રવચન દરમિયાન ટેલિપ્રોમ્પ્ટર અને એસ્કેલેટર ખરાબ થઈ ગયા: યુનોને 'ભ્રષ્ટ' અને 'નિષ્ફળ' ગણાવ્યું : યુરોપના નેતાઓને ધમકાવ્યા કહ્યું 'તમારા દેશો નરક તરફ જઈ રહ્યા છે' : બ્લોકડ મૂવમેન્ટને કારણે તેઓ ’વિનાશના કિનારે ઊભા' છે: ગ્લોબલ વોર્મિંગને 'છેતરપિંડી' ગણાવી: બ્રિટનના વડાપ્રધાનને નોર્થ સીમાં વધુ તેલ ક્ષેત્રો ખોલવાની સલાહ આપી: જ્યારે લંડનના મેયર સાદિક ખાન પર શરિયા કાયદો લાદવાનો આક્ષેપ કર્યો : સાદિક ખાનના પ્રતિનિધિએ તીખો જવાબ આપ્યો: 'આ અપમાનજનક અને નફરતી ટિપ્પણીઓને અમે માન્ય રાખતા નથી: લંડન વિશ્વનું સૌથી મહાન શહેર છે, અમેરિકાના મુખ્ય શહેરો કરતાં વધુ સુરક્ષિત છે, એટલું જ નહીં, અહીં અમેરિકનો રેકોર્ડ સંખ્યામાં આવીને સ્થાયી થઈ રહ્યા છે9:38 PM IST
જાપાનમાં સ્માર્ટફોન પર કડક નિયમ: આ શહેરમાં દિવસમાં ફક્ત બે કલાક જ કરી શકાશે ઉપયોગ!: વટહુકમનો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો સુધારવાનો: મેયર માસાફુમી કુકી : નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં, પરંતુ ઉલ્લંઘન કરનારને કોઈ દંડ કરવામાં આવશે નહીં. આ એક માર્ગદર્શિકા છે, કડક કાયદો નથી: ઊંઘમાં પડતી ખલેલને ઘટાડવાનો હેતુ6:22 PM IST
અમેરિકામાં હનુમાનજીની પ્રતિમા પર વિવાદ: રિપબ્લિકન નેતાએ કહ્યું, "આપણે ખ્રિસ્તી રાષ્ટ્રમાં 'ખોટા હિન્દુ ભગવાન'ને કેમ સ્થાપિત કરવા જોઈએ?" : ડંકનના આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ તેમના નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે: ડંકન સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ 6:20 PM IST
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 'સ્વદેશી' અપનાવ્યું, ટ્વિટર (X) છોડીને Zoho પર શિફ્ટ થયા!: "હવે સમય આવી ગયો છે કે આપણે ભારતમાં બનેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ” : શ્રીધર વેમ્બુએ તેમના ટ્વિટર (X) હેન્ડલ પર લખ્યું, "અશ્વિની વૈષ્ણવજીનો આ નિર્ણય અમારા માટે ખૂબ જ સન્માનજનક છે. આ પગલું ભારતમાં વિકસિત ટેકનોલોજી પરના વિશ્વાસને દર્શાવે છે.6:14 PM IST
AI દ્વારા બનાવેલા પોર્નોગ્રાફિક વીડિયોનો નવો ધંધો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફેલાયો : અને ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે સોશિયલ મીડિયા પર અશ્લીલતાનો નવો ચહેરો બની ગયો : રિપોર્ટર્સ, શિક્ષકો, પોડકાસ્ટર્સ અને બાળકોના જાતીય કૃત્યો અને અશ્લીલ મજાકમાં વ્યસ્તતા દર્શાવતા વીડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઝડપથી ફેલાયા6:06 PM IST
સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ : નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યુઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫”નો પ્રારંભ : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના ઉપસ્થિત4:31 PM IST
અમિતભાઇ અને માંડવિયા મંચ પર ખુશખુશાલ3:34 PM IST
અમિતભાઇને આવકારતા અરવિંદ તાળા1:50 PM IST
૬૩ વર્ષની વળદ્ધ મહિલા ૩૧ વર્ષના યુવકના પ્રેમમાં પડી કર્યા લગ્ન : પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, તેનો પુરાવો વારંવાર જોવા મળે છેઃ હવે પ્રેમનો એક વધુ પુરાવો સામે આવ્યો : લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કેટલાક યુઝર્સ તેમની આ લવ સ્ટોરી માટે પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક બીજા લોકો એજ ગેપ માટે ટોણા મારે છે3:33 PM IST
કાર બજારમાં ધમધમાટઃ હ્યુન્ડાઇએ ૫ વર્ષનો જ્યારે મારુતિએ ૩૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો : મારુતિ દ્વારા ૨૫,૦૦૦ થી વધુ કાર ડિલિવરી કરવામાં આવીઃ હ્યુન્ડાઇમાં પહેલા દિવસે જ લગભગ ૧૧,૦૦૦ ડીલર બિલિંગ નોંધાયા હતા મારુતિ સુઝુકી હ્યુન્ડાઇએ પહેલા દિવસે રેકોર્ડબ્રેક બુકિંગ નોંધાવ્યાઃ કેટલીક કારનો સ્ટોક પહેલેથી જ ખતમ થઈ ગયો 10:49 AM IST
યુરોપના દેશોથી વિપરીત, ઈટાલીનો પેલેસ્ટાઈનને માન્યતા આપવાથી ઈનકાર: મિલાનમાં હિંસા ફાટી નીકળી, ઠેર ઠેર આગચંપી અને તોડફોડ : કાળા કપડાં પહેરેલા સેંકડો પ્રદર્શનકારીઓનું ટોળું શહેરના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘૂસી ગયું: સ્ટેશન પરિસરમાં અનેક જગ્યાએ આગ લગાવી, સરકારી સંપત્તિને વ્યાપક નુકસાન: ટ્રેનોને રોકવાનો પ્રયાસ: પોલીસ પર પથ્થરો, બોટલો અને સ્મોક બોમ્બ વડે હુમલો: ભીડને વિખેરવા પોલીસ દ્વારા બળપ્રયોગ1:04 PM IST
ખાનગી વાહનોની નંબર પ્લેટ પર જાતિ લખવા પર હવે દંડ થશે : ઉત્તર પ્રદેશમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો આમ કરવાથી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પોલીસ FIR માં આરોપીની જાતિનો ઉલ્લેખ કરશે નહીં ફક્ત SC/ST કાયદાના કેસોમાં અટકનો ઉલ્લેખ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જાતિ આધારિત સામગ્રી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે10:43 AM IST
ચોમાસાની રવાનગી સાથે વાપસી : ? પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી : ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે :બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા : નવરાત્રિ પર સંકટઃ નવી સિસ્ટમ્સના કારણે ગઈકાલથી શરૂ થયેલ નવરાત્રીના શરૂઆતના તબક્કામાં તથા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબરના પ્રારંભના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે10:31 AM IST
મહા ખતરનાક સુપર વાવાઝોડુ ’રાગાસા’: ૨૩૦ કિલોમીટરની ઝડપ પકડી: કાલે સાંજે ત્રાટકશે: કેથે પેસિફિકે હોંગકોંગની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરી: ૩૬ કલાકના બંધથી એર ટ્રાવેલર્સ હેરાન પરેશાન: હોંગકોંગમાં તોફાની હવા અને અતિ ભારે વરસાદથી શહેરીય વિસ્તારોમાં, બંદર અને એરપોર્ટ પર ભારે વિનાશનો ભય : હોંગકોંગ અને આસપાસના વિસ્તારોમાં અર્થતંત્રને કરોડો ડોલરનું નુકસાન થવાની: કેથે પેસિફિક એરલાઇન્સે મંગળવારે સાંજે છ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધી હોંગકોંગ આવતી-જતી તમામ ૫૦૦ ફ્લાઇટ્સ રદ્દ કરી:સુપર ટાઇફૂન હોંગકોંગથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે અને તેની ગતિ ૨૦ કિલોમીટર પ્રતિ કલાકે છે, જેથી તે મંગળવારે સાંજે હોંગકોંગની નજીક પહોંચશે: સિગ્નલ નંબર ૮ જારી કરવામાં આવ્યું: ચીનના ગ્વાન્ગડોંગ પ્રાંતમાં અતિ ભારે વરસાદ અને પૂરની શક્યતા: લાખો લોકોના સ્થળાંતરની તૈયારી10:30 PM IST
GST 2.0 નો 'પાવર' વધ્યો: ચિરાગ પાસવાને સરકારના નિર્ણયને 'લોકહિત' ગણાવ્યો, કોંગ્રેસના 'રાજકારણ' પર ઉઠાવ્યા સવાલ : “મને વિપક્ષનો અભિપ્રાય સમજાતો નથી.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ GST સુધારાઓ સાથે સહમતિ દર્શાવી છે, તેમ છતાં કોંગ્રેસ તેને રાજકીય મુદ્દો બનાવી રહી છે9:05 PM IST
ચોંકાવનારી ઘટના: કૈથલની હોસ્પિટલમાં આઈસીયુમાં મહિલા દર્દી સાથે છેડતી, પુરુષ સ્ટાફ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 75(2) અને (4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો : પતિના જણાવ્યા મુજબ, તે રાત્રે આશિષ કુમાર નામનો એક યુવક આઈસીયુમાં ફરજ પર હતો. મોડી રાત્રે લગભગ 1 વાગ્યે તેણે છેડતી શરૂ કરી અને તેના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો9:10 PM IST
ચોમાસાની રવાનગી સાથે વાપસી ? ભારતીય હવામાન વિભાગ મુજબ, આજે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે: ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે : બંગાળની ખાડીમાં હલચલ: બંગાળની ખાડીમાં એક નવું નિમ્ન દબાણ ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ્સ) સક્રિય થયું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા : નવરાત્રિ પર સંકટ: નવી સિસ્ટમના કારણે આજથી શરૂ થયેલ નવરાત્રીના શરૂઆતના તબક્કામાં તથા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબરના પ્રારંભના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે11:42 PM IST

દેશી લાઈટની બનાવટ.....

આજની નારી.....

અંતિમ સ્પર્શ......

બાઈક રેલી....
અકિલા સોશ્યિલ મીડિયાગૃહમંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગરમાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો : કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા: પીએમ મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત9:31 PM IST
રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર : રૂ.૨૦૦ કરોડની બજેટ જોગવાઈ સાથેની મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના : ક્લાઇમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહનથી સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની યોજનાના અમલ માટેની SOPને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનુમતિ7:43 PM IST
૭ ચીફ ઓફીસરોની બદલી :જુઓ સંપૂર્ણ યાદી 3:19 PM IST
ગુજરાતના ૧૦ બીચ પર સફાઈ અભિયાન : ૫૧ હજાર કિલોથી વધુ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમા વન,પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ12:52 PM IST
કરણપરાની ગરબીમાં ચાર ચાર દાયકાથી દૈવી શક્તિની આરાધના : અઘોર નગારાના રાસ દરમિયાન માતાજી મગર ઉપર સવાર થઇને આવે છે : માં મોગલનો મેળો, વેરણ વાસળી , રામરોટી રાસ અને બાદશા રાસ આકર્ષણનું કેન્દ્ર : ગાયક વૃંદમાં અજયભાઇ આહીર, કિરણબેન ગોંડલીયા, દીલીપભાઇ બારોટ અને વાદ્યવૃંદમાં કિશનભાઇ મીરાણી, સંજયભાઇ ગોહેલ, નૈતીકભાઇ ગોહેલ, ગીરીરાજભાઇ રાવળદેવ, ઋષભભાઇ, પંકજભાઇ, દ્વારકેશભાઇની જમાવટ2:32 PM IST
ગુજરાત કેમીસ્ટસ ફેડરેશન લીગલ સેલના ચેરમેન તરીકે રાજકોટના અનિમેષ દેસાઇની વરણી : રાજયમાં ૩૬ હજાર દવાના વેપારીઓ-સભ્યો ધરાવતા : કો.ચેરમેન તરીકે સુહાસ પટેલ, બીપીન ઓઝા તથા કે.ડી.ચીખાણી રહેશે : ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટમાં જરૂરી સુધારણા માટેની રજુઆતોને પ્રાધાન્ય આપવાનો અકિલા સમક્ષ કોલ આપતા નવનિયુકત ચેરમેન 2:32 PM IST
સંપૂર્ણ પારીવારીક માહોલમાં જમાવટ લેતો ક્લબ યુવીનો રાસોત્સવઃ ધમાકેદાર પ્રારંભ : ક્લબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મુકીને ઝુમતા ખૈલૈયાઓ : મૌલેશભાઈ ઉકાણીના હસ્તે માતાજીની આરતી દ્વારા નવરાત્રીનો પ્રારંભઃ નવરાત્રી ગ્રાઉન્ડની સજાવટ, માતાજીના ભવ્ય મંદિરના દર્શનથી અભિભુત ખલૈયાઓ દર્શકો મહેમાનો...3:47 PM IST
સરધારમાં શંકાશીલ પતિએ પત્નિને પાઇપથી ફટકારી, ગામના ચોકમાં લઇ જઇ સાડી ઉતારી!: વિડીયોને આધારે બ્લેકમેઇલ : ૩૦ વર્ષના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર ૧૯ વર્ષની યુવતિને ત્રણ મહિનાથી પતિનો સતત ત્રાસ : મોડી રાતે ટુવ્હીલરમાં બેસાડી રામવન પાસે લઇ જઇ ત્યાં પણ ખરાબ વર્તન કર્યુઃ બાદમાં કોઠારીયા સોલવન્ટમાં માવતરે મુકી નીકળી ગયોઃ ફરીથી સાસુ-સાળાવેલી સાથે માથાકુટ કરી પત્નિને ખૂનની ધમકી દીધી : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યોઃ આરોપી યુવાન પણ પોતાની સાથે મારકુટ થયાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં દાખલ થયો2:58 PM IST
જામનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં દિવ્યાંગો માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરાયું : 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ જરૂરિયાત મુજબ માપ લઈ 49 લાભાર્થીઓને તાત્કાલિક જરૂરી સાધનો પુરા પાડ્યા : જયપુર ફૂટ ટીમના 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ લાભાર્થીઓની જરૂરિયાત મુજબ માપ લઈને કેલિપર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી 3:05 PM IST
સ્વચ્છોત્સવ -૨૦૨૫ : જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાઈકલોથોન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું : શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી : જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા4:40 PM IST
પોરબંદરમાં સળગતા વહાણમાં બીજે દિ'એ ૩ ગેસ સીલીન્ડરોમાં બ્લાસ્ટ : બારમાસી જેટી ઉપર હરિદર્શન વહાણમાં ગઇકાલે લાગેલી આગ વિકરાળ બનીઃ સલામતી માટે ચોપાટી ખાલી કરાવી : વોર્કીંગ અને ફરવા આવેલા લોકોને પરત મોકલી દેવાયાઃ પોલીસ બંદોબસ્ત વહાણમાં ભીષણ આગને કાબુમાં લેવા પોલીસ અધિક્ષક કોસ્ટ અને નેવી ગાર્ડ તથા પોર્ટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટરો દ્વારા ગઇકાલથી પ્રયત્નો : આજે સવાર સુધી આગ સંપુર્ણ કાબુમાં આવી નથીઃ વહાણમાં આગ લાગી ત્યારે ગઇકાલે ૧૪ ખલાસીઓ જેટી ઉપર કુદી જતા તમામનો બચાવ થયેલ12:17 PM IST
કચ્છના રાજમાર્ગો પદયાત્રીઓ દ્વારા ‘‘માં આશાપુરા''ના નાદથી ગુંજી ઉઠશે : કચ્છી માડુનો જીવન ધ્યેય માનવ સેવા એજ પ્રભુ સેવા, ચાલો બુલાવા આયા હે માં આશાપુરા માંને બુલાયા હેઃ સેવા કેમ્પો, રાવટીઓ નવરાત્રી દરમ્યાન દિવસ-રાત પદયાત્રીઓથી કેમ્પો ઝુમી ઉઠશેઃ પદયાત્રી કેમ્પોમાં ભાવિકોને વિના મૂલ્યે જમવા, રહેવા, તબીબી સારવાર નાતજાતના ભેદભાવ વગર પુરી પાડશે11:44 AM IST
જૂનાગઢ જવાહર રોડ ખાતે રહેતા વિશાલ કિશોરભાઇ માંડવીયા(કોળી)ને ગે.કા.હથિયાર સાથે રાખી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા-૩ કાર્ટીસ સાથે દબોચી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : એક આરોપીની શોધખોળ3:36 PM IST
બહાઉદીન કોલેજ યોગાસનમાં પ્રથમ12:10 PM IST
૬૩ વર્ષની વૃદ્ધ મહિલા ૩૧ વર્ષના યુવકના પ્રેમમાં પડી કર્યા લગ્ન : પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, તેનો પુરાવો વારંવાર જોવા મળે છેઃ હવે પ્રેમનો એક વધુ પુરાવો સામે આવ્યો : લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કેટલાક યુઝર્સ તેમની આ લવ સ્ટોરી માટે પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક બીજા લોકો એજ ગેપ માટે ટોણા મારે છે3:40 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
એશિયા કપ 2025ની ફાઇનલ ભારત-બાંગ્લાદેશ વચ્ચે? જાણો કેમ આ આખરી જંગ પાક્કો મનાય છે!: ફાઇનલ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે : જો બાંગ્લાદેશ ભારત સામેની આગામી મેચ હારી જાય, તો પણ તે ફાઇનલની રેસમાં રહેશે, કારણ કે શ્રીલંકા અને પાકિસ્તાન બંનેના પોઈન્ટ બાંગ્લાદેશ કરતા ઓછા હશે.6:21 PM IST






























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































