<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ભાવનગર પોલીસે નકલી પીએસઆઇનો ટ્રાન્‍સફર વોરંટથી કબજો મેળવી ડિમાન્‍ડ મેળવ્‍યા

 

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ :ભાવનગરના સોની વેપારીને પીએસઆઇ ની ઓળખાવીકરનાર આરોપી સુરત ખાતે  ઝડપાતા પોલીસે તેનો ટ્રાન્‍સફર વોરંટ થી કબજો મેળવી રિમાન્‍ડ મેળવી તપાસ હાથ ધરી છે

વિગત મુજબ  વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જવેલર્સ નામની દુકાન ધરાવતા અલ્‍પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત ૭મી ઓક્‍ટોબરના રોજ એક અજાણ્‍યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્‍યક્‍તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી. અને જણાવ્‍યું કે, શ્નઅમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને  ઝડપ્‍યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ  ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં  વેચેલો છે. અને તમે તેને રૂ.૩૧,૫૦૦  રોકડા આપ્‍યાછે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.૩૧,૫૦૦ નકલી પીએસઆઈને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ   કાર્યવાહી નહી કરીએ અને જો પૈસા નહી  મોકલો તો ત્‍યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું. શ્નઅને તે પછી પણ ત્રણ-ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત ૨૧ ઓક્‍ટોબરના રોજ સોનાના વેપારીના ફોન પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને ૭ ઓક્‍ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પળચ્‍છા કરી વેપારીને જણાવવામાં આવ્‍યું હતું કે, તમે જેને પૈસા મોકલ્‍યા તેનું નામ અભિષેક સાવલિયા છે. અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્‍સને ઝડપી લેતા સમગ્ર હકીકતનો ખુલાસો થતાં અલ્‍પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામના શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે નકલી

 પીએસઆઈની ઓળખ આપનાર અભિષેક નામના શખ્‍સનો સુરત ખાતેથી ટ્રાન્‍સફર વોરંટથી ભાવનગરની ગંગાજળિયા પોલીસે કબ્‍જો મેળવ્‍યો હતો. પોલીસે અભિષેક કાંતિભાઈ સાવલિયાને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્‍ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્‍યું હતું .

(11:36 AM IST)