News of Monday, 28th October 2024
ધોરાજીના પીપળીયા ગામે સીમમાં અઢી લાખથી વધુનો દારૂ ઝડપાયો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા.૨૮: તાલુકાના પીપળીયા ગામે મોટા પાયે દારૂની હેરફેર થવાની તાલુકા પોલિસ ઇન્સ્પેકટર એલ. આર. ગોહીલ અને સર્વેલન્સ સ્ટાફના મનીષભાઈ વરુ ને બાતમી મળતાં સ્ટાફના પોલિસ કર્મી સાથે પીપળીયા થી ભોળા ગામ તરફ઼ જવાના જૂના ગાડા રસ્તે ગૌચર ખરાબામાં દારૂની હેરફેર કરતાં પીપળીયા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે ગજની નારણભાઈ બથવાર ઝડપાયો હતો.
જ્યારે ધોરાજી પોરબંદર નેશનલ હાઇવે પર વેલનાથ હોટલ વાળો પરબત ભાઈ સરમણ ભાઈ કરમટા નુ નામ ખૂલવા પામ્યું હતું. જે આરોપીને પકડી લેવાં પોલિસે ચક્રો ગતીમાન કર્યાં છે.
ભોળા ગામ પાસે જડપાયેલ દારૂના જથ્થા માં ૮૨૮ નંગ નાની મોટી બોટલ કિંમત આશરે ૨,૫૫,૫૬૪/- ની રકમનો ઈંગ્લીશ દારૂ તહેવારો પૂર્વે વેચાણ થાય તે પહેલાં તાલુકા પોલિસે ઝડપી લીધો હતો.
તાલુકા પોલિસ ઇન્સ્પેકટર એલ. આર. ગોહીલ અને સર્વેલન્સ સ્ટાફના મનીષભાઈ વરુ વિગેરે દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં દારુ અને જુગાર મામલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
