News of Monday, 28th October 2024
જામનગરમાં ગેરકાયદે ફટાકડા વેંચતા ગુન્હો

જામનગર તા. ર૮: સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ. એમ.એન.રાઠોડ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીત સાગર રોડ સિધ્ધીવિનાયક પાર્ક સોસાયટીના ખુણા પાસેથી શીવ શીવ ફટાકડા સ્ટોલના સંચાલક વિપુલભાઈ પ્રભુભાઇ ગંઢા ભાનુશાળી ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે વૃંદાવન પાર્ક સોસાયટી શેરી નં ૦૩ રણજીતસાગર રોડ તથા જય આશાપુરા ફટાકડા સ્ટોલના સંચાલક ચેતનભાઇ ધનશ્યામભાઈ વસીયર જાતે-ભાનુશાળી ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે. સાધના કોલોની વરુડીપાન ઉપર રણજીતસાગર રોડ જામનગર તથા રણજીતસાગર રોડ કીર્તી પાન પાસે આવેલ ફટાકડા સ્ટોલના સંચાલક મીલનભાઇ કીશોરભાઇ લીંબાશીયા કોળી ઉ.વ ૨૯ ધંધો મજુરી રહે. સરસ્વતી પાર્ક શેરી નંબર ૩ કીર્તી પાન પાછળ રણજીતસાગર રોડ તથા રણજીતસાગર રોડ મારૂ કંસારા હોલની બાજુમા આવેલ ગુરૂ ભગવાન ક્રુપા નામના ફટાકડા સ્ટોલના સંચાલક દર્શનભાઈ વિનોદભાઇ ધોકીયા પ્રજાપતી ઉ.વ ૨૩ ધંધો સીઝન વેપાર રહે ગોકુલનગર રડાર રોડ મયુરનગર શેરી નંબર ૬ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા હોય જેથી તેઓએ જાહેરનામા ભંગ કરેલ હોય જેથી ફટાકડાના સંચાલકો વિરૂધ્ધ બી.એન.એસ કલમ ૨૨૩, ૨૮૮ મુજબ ના કેસ કરી કાર્યવાહી કરવામાં આવેલ
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
