News of Monday, 28th October 2024
જોષી પરિવાર દ્વારા ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં શનિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ
શાસ્ત્રી ડો.જગતભાઇ તેરૈયા સંગીતની સુરાવણી સાથે કથાનું રસપાન કરાવશેઃ પુ.મુકતાનંદ બાપુ આશીવર્ચન પાઠવશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૮: પુ.મુકતાનંદબાપુની પ્રેરણા અને આશીર્વાદથી સ્વ.રસીલાબેન ભીમજીભાઇ જોષી તથા જોષી પરીવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે આગામી તા. રને શનિવારથી તા.૮ ને શુક્રવાર સુધી ઉના તાલુકાના દેલવાડા ખાતે આવેલ શ્રી બળદેવજી તથા શ્રી નૃસિંહજી મંદીર પટાંગણ ગુપ્ત પ્રયાગ તીર્થધામ ખાતે મહાપુરાણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પ્રો.ડો.શાસ્ત્રી જગતભાઇ તેરૈયા પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.
કથા દરમ્યાન કપિલજન્મ, વામન અવતાર, શ્રીરામજન્મ, શ્રી કૃષ્ણજન્મ, ગોવર્ધન ઉત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષ, દશાંશ હવન સાથે પુર્ણાહુતી થશે. આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને ભીમજીભાઇ કાનજીભાઇ જોષી રાજકોટ તથા સર્વે જોષી પરીવારે નિમંત્રણ પાઠવ્યું છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
