News of Monday, 28th October 2024
જુનાગઢનાં નોબલ ક્રાઉનને બેસ્ટ લકઝરી રેસીડેન્શિયલ બિલ્ડીંગ એવોર્ડ
સી.આર. પાટીલના હસ્તે નિલેશ ધુલેશીયાને એવોર્ડ અર્પણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮: નોબલ બિલ્ડર્સ જુનાગઢ શહેરની એકમાત્ર રિયલ એસ્ટેટ કંપની છે જે છેલ્લાં ૩પ વર્ષથી બાંધકામ ક્ષેત્રે કાર્યરત છે. ન્યુઝ કેપિટલ ગુજરાત તથા ક્રેડાઇ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ Builder Of The Nation Conclave & Awards 2024 માં નોબલ બિલ્ડર્સના નોબલ ક્રાઉન એપાર્ટમેન્ટસ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી બેસ્ટ લકશ્રઝરી રેસીડેન્સીયલ બિલ્ડીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
નોબલ ક્રાઉન જૂનાગઢના રાયજીનગર વિસ્તારમાં ૪ બીએચકે ધરાવતાં અતિઆધુનિક બિસ્પોક એપાર્ટમેન્ટસ છે.
આ સમારંભમાં વિવિધ ખ્યાતનામ બિલ્ડરો જોડાયા હતા. સી. આર. પાટીલના હસ્તે થયેલા આ સન્માન બદલ જુનાગઢ શહેર ગૌરવની લાગણી અનુભવે છે
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
