<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સાસણગીરમાં ૭૭ વિઘામાં ફેલાયેલ વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ

બળવંતભાઇ ધામી અને નિખિલભાઇ ધામીની આગેવાનીમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધઃ પ લાખમાં ડેસ્ટિનેશન વેડીંગમાં ૩૦૦ સભ્યો અને ૧૦૦ રૂમની વ્યવસ્થા

(વિનુ જોષી ્દવારા) જુનાગઢ તા.૨૮: સાસણ નજીક માલણકા ગીર મધુવંતી ડેમ પાસે આવેલ વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટ સહેલાણીઓ માટે આકર્ષણરૂપ બન્યો છે.

આ રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી અને નિખીલભાઇ ધામીએ જણાવ્યું હતું કે ગુજરાતના સોૈથી મોટો ૭૭ વિઘામાં અમારો રિસોર્ટ આવેલો છે. જયાં આપના દરેક પ્રસંગો ઉજવી શકાશે એક જ રિસોર્ટમાં ૨૫૦૦થી વધુ રૂમ તેમ ૨૦૦૦ લોકો સુધીના છ પાર્ટીપ્લોટ અને ૧૦૦૦ લોકો સુધીના ૩ વેડીંગ હોલ આવેલા છે. તેઓએે વધુમાં જણાવેલ કે ડેસ્ટિનેશન વેડીંગ માટે માત્ર પ લાખના બજેટમાં એક સ્કીમ રાખેલ છે. જેમાં ૩૦૦ મેમ્બરો માટે ૧૦૦ રૂમ રેન ડાન્સ એરિયા વેડિંગ હોલ પુલ સાઇડ વેડિંગ પાર્ટીપ્લોટ રિસોર્ટની બધી એમિનીટીઝની સુવિધાઓ આપવામાં આવશે હાલ દિવાળીઓના તહેવારોમાં પણ પ્રવાસીઓ સિંહ દર્શન માટે દેશવિદેશથી આવી રહયા છે અને આ રિસોર્ટમાં રોકાણ કરી પ્રકૃતિતો આનંદ લઇ રહયા છે. અને પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહયો છે.

વધુ વિગત માટે ૯૮૯૮૧ ૨૧૨૧૭ અથવા ૯૭૩૭૧ ૪૩૩૧૧ ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઉપરોકત તસ્વીરમાં ૭૭ વિઘામાં પથરાયેલ વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટ તથા રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામી તથા તેમના પુત્ર નિખીલભાઇ ધામી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(2:10 PM IST)