News of Monday, 28th October 2024
ટંકારા પાસે કમ્ફર્ટ રિસોર્ટમાં જૂગારની કલબ પકડાઇઃ રાજકોટ-મોરબીના ૯ નબીરા પકડાયા
૧ર લાખની રોકડ સહિત ૬૩.૧પ લાખનો મુદામાલ કબ્જેઃ ટંકારાના પી.આઇ. વાય. કે. ગોહિલ તથા ટીમનો દરોડો કેસીનો સ્ટાઇલમાં જૂગાર રમાડાતોઃ પાર્કીંગમાં કારમાં રોકડ જમા કરાવનારને ટોકન અપાતું'તુઃ રાજકોટના ચર્ચાસ્પદ ભાસ્કર અપહરણ કાંડમાં જેનું અપહરણ થયું તે ભાસ્કર પારેખ સહિતનાઓની ધરપકડ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૮ :.. ટંકારા નજીક આવેલ હોટેલ કમ્ફર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો કરી જુગાર રમતા રાજકોટ-મોરબીના નવ નબીરાઓને ઝડપી લઈને ૨ ફોર્ચ્યુંનર કાર, ૧૨ લાખની રોકડ તેમજ ૮ મોબાઈલ સહીત ૬૩.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી ટંકારા હાઇવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાં અલગ અલગ નામથી રૂમ ભાડેથી રાખું અમુક ઈસમો હોટલ બહાર સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી જીજે ૦૩ કેસી ૧૪૦૦ માં રાખી અલગ અલગ કલર અને તેના પર અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટિકના કોઈન વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટંકારાના પી.આઇ. વાય. કે. ગોહિલ તથા ટીમે રેડ કરી હતી જ્યાં હોટેલના ર્પાકિંગમાં ગાડી મળી આવતા તેમાં રહેલ બે ઈસમોને યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા તેના કબજાની ફોર્ચ્યુનર કારમાંથી રોકડ મળી આવી હતી બાદમાં હોટેલના રૂમ નં ૧૦૫ માં રેડ કરી હતી જ્યાં પ્લાસ્ટિક કોઈન વડે જુગાર રમાતો હતો.
પોલીસે સ્થળ ઉપરથી (૧) ગોપાલ રણછોડભાઇ સભાડ (ઉ.ર૭ રહે. મા શકિત વૈશાલીનગર-૪, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ શહેર (જૂગાર રમવા માટે માણસોને લઇ આવેલ ડ્રાઇવા (ર) ચીરાગ રસીકભાઇ ધામેચા ઉ.ર૪ રહે. માતૃકૃપા શેરી નં. ૧, ગાંધીગ્રામ રાજકોટ શહેર (જૂગાર રમવા માટે માણસોને લઇ આવેલ ડ્રાઇવર તેમજ ગાડીમાં બેસી રોકડ રકમ સાચવનાર) (૩) રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.૪૬) ધંધો દલાલી રહે. ગામ ખરેડી તા. કાલાવડ જી. જામનગર (કમ્પફર્ટ હોલમાં તેના ડ્રાઇવરના નામથી રૂમ બુક કરી જૂગાર (રમાડનાર) (૪) રવિ મસુખભાઇ પટેલ (ઉ.૩ર) ધંધો વેપાર રહે. મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, મોરબી શહેર (પ) વિમલ રવજીભાઇ પટેલ ઉ.૪૩, ધંધો કન્સ્ટ્રેશન રહે. તિરૂપતિનગર, સોસાયટી ૧ રૈયા રોડ, રે. રાજકોટ, (૬) ભાસ્કર પ્રભુ પારેખ (ઉ.પ૦) ધંધો દલાલી રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજયસિંહ રોડ, રાજકોટ શહેર (૭) કુલદીપસિંહ વનરાજસિંહ ગોહીલ ઉ.૩૯ ધંધો રીયલ ઇસ્ટેટ રહે. આર. કે. પાર્કની બાજુમાં રાણી ટાવર, પાછળ કાલાવડ રોડ, રાજકોટ શહેર (૮) શૈલેષભાઇ ગંગદાસભાઇ ઠુમ્મર ઉ.૪૯ ધંધો કન્સ્ટ્રકશન રહે. શ્રીજી પાર્ક સોસાયટી, સત્ય સાંઇ રોડ, રાજકોટ શહેર (૯) નિતેષભાઇ નારણભાઇ ઝાલરીયા (પટેલ) ઉ.૪પ) ધંધો ખેતી રહે. ઉમા પાર્ક સોસાયટી, મોરબી અવની રોડ, મોરબી શહેરને ઝડપી લીધા હતાં.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૨ લાખ, ફોર્ચ્યુનર કાર ૨ કીમત રૂ ૫૦ લાખ, મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
ટંકારા નજીક હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે ત્યારે આવા ગોરખધંધા કેટલા સમયથી ચાલતા હતા તે મોટો સવાલ છે તાજેતરમાં જ ટંકારામાં જ એસએમસી ટીમે ડુપ્લીકેટ ઓઈલ વેચાણનું કોભાંડ ઝડપ્યું હતું ત્યારે ટંકારામાં કેટલા ગોરખધંધા ચાલે છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
આ કામગીરી ટંકારા પો. સ્ટે. ના પો. ઇ. વાય. કે. ગોહીલ, અ. હે. કો. મહિપતસિંહ હરીસિંહ સાહીદભાઇ સિદીકી, અ. પો. કો. દશરથસિંહ ઘનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીસિંહ, બીપીનકુમાર અમરશીભાઇ તથા આ. પો. કો. સોયેબભાઇ ગુલામભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
