<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

લાઠીમાં નરેન્દ્રભાઇ મોદીના આગમન પૂર્વે સભા સ્થળે ભાવનગરના જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના કલાકારો દ્વારા હુડો લોકનૃત્ય, પોરબંદર ચામુંડા મેર રાસ સંસ્થાના ખેલૈયાઓ દ્વારા મેર રાસ રજૂ

લોક કલાકાર રાજભા ગઢવીએ સપાખરુ, ચારણી સાહિત્ય અને લોકડાયરો રજૂ કરીને લોકોના મન ડોલાવી દીધા : લોક કલાકાર પૂનમબેન ગોંડલિયાએ, લોકગીતોની સરવાણી વહાવી

અમરેલી, તા. ૨૮ :  અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી નાગરિકો જોડાયા હતા. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમન પૂર્વે સભા સ્થળે ભાવનગરના જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના કલાકારો દ્વારા હુડો લોકનૃત્ય, પોરબંદર ચામુંડા મેર રાસ સંસ્થાના ખેલૈયાઓ દ્વારા મેર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પરંપરાગત રાસે રંગત જમાવી હતી.

લોક કલાકાર રાજભા ગઢવીએ સપાખરુ, ચારણી સાહિત્ય અને લોકડાયરો રજૂ કરીને લોકોના મન ડોલાવી દીધા હતા. 

લોક કલાકાર  પૂનમબેન ગોંડલિયાએ, લોકગીતોની સરવાણી વહાવીને સૌને સાહિત્ય રસ તરબોળ કર્યા હતા.

(સંદીપ કાનાણી)

(4:07 PM IST)