<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

શ્રી દ્વારકાધીશ દેવસ્‍થાન સમિતીનાં વહીવટદાર તરીકે હિમાંશુ ચોૈહાણની કાયમી નિમણુંક

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા નિર્ણય

(વિનુભાઇ સોમાણી દ્વારા) દ્વારકા તા.૨૮: ભારતના પ્રમુખ યાત્રાધામ દ્વારકાધીશ દેવસ્‍થાન સમિતિના વહિવટદાર તરીકે ગુજરાત રાજય સરકારે મહેસુલી વિભાગ હસ્‍તકના નાયબ કલેકટર હિમાંશુ ચોૈહાણની નિમણુંક કરવામાં આવી છે. છેલ્લા બે દાયકા આસપાસથી આ જગ્‍યા ઉપર પ્રાંત ઓફિસર પાસે ચાર્જ રહેતો હતો જેના કારણે દ્વારકાધીશ મંદિરના રેગ્‍યુલર વહીવટ અને વિકાસ બાબતની ગતિને અસર પડતી હતી. વર્ષોની આ સમસ્‍યા માટે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ યોગ્‍ય નિર્ણય કરવાના સમાચારથી પુજારી પરિવાર અને મંદિર સેવા પુજા સાથે સંકળાયેલા વર્ગમાં ભુપેન્‍દ્રભાઇ પટેલની પ્રસંશા થઇ રહી છે.

લગભગ બે દાયકા પૂર્વે દ્વારકાધીશ દેવસ્‍થાન સમિતિના વહિવટદાર પદે મહેસુલ વિભાગના મામલતદાર કક્ષાના અધિકારીને સતા આપવામાં આવી હતી. ત્‍યારબાદ રાજય સરકારે આ જગ્‍યાને અપગ્રેડ કરી નાયબ કલેકટર કક્ષાની કરી હતી. હાલમાં દ્વારકાના પ્રાંત અધિકારી દેવસ્‍થાન સમિતિના ઇન્‍ચાર્જ તરીકે સતા સુકાન સભાળેલ છે.

આ જગ્‍યા ઉપર પ્રથમથી જ ઇન્‍ચાર્જ અધીકારીએજ સતા સુકાન સંભાળ્‍યું હતું. જેના કારણે મંદિરના વહીવટ અને વિકાસ માટે પુરતો સમય ફાળવી શકતા ન હતા.

(4:54 PM IST)