News of Monday, 28th October 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગર એરપોર્ટ ખાતે વડાપ્રધાનના આગમન પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, કલેકટર આર. કે. મહેતા, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યુ હતુ.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
