News of Monday, 28th October 2024
ભાવનગરમાં નકલી પીએસઆઇના ખેલનો પર્દાફાશ :કથિત ચોરીના મુદામાલ મામલે તોડ કરવા માટે સોની વેપારીને કોલ કરી ધમકાવ્યા
સોની વેપારીને નકલી PSI એ ફોન કરીને ધમકાવ્યા હતા અને સેટલમેન્ટ કરવા માટે 31,500 રૂપિયાની માગણી કરી

ભાવનગર :શહેરના સી. ડિવિઝન પોલીસે નકલી PSI ની ધરપકડ કરી છે. તોડ કરવાનાં ઈરાદે ભાવનગર શહેરનાં સોની વેપારીને નકલી PSI એ ફોન કરીને ધમકાવ્યા હતા અને સેટલમેન્ટ કરવા માટે 31,500 રૂપિયાની માગણી કરી હતી. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા C ડિવિઝન પોલીસે નકલી PSI ની ધરપકડ કરી છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર, ભાવનગરમાં રહેતા સોની વેપારી અલ્પેશભાઈ ધ્રાંગધરિયાને 7 ઓક્ટોબર 2024 નાં રોજ બપોરે 12:50 કલાકે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. આ ફોન પર સામેની વ્યક્તિએ પોતાની ઓળખ PSI વિજયસિંહ ગોહિલ તરીકે આપી હતી. નકલી PSI એ ફોન પર સોની વેપારીને કહ્યું હતું કે, સુરતમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર શખ્શની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ દરમિયાન ચોરી કરેલી સોનાની 5 ગ્રામની ચેન તમારી દુકાનમાં વેચી છે તેવું કબુલ્યું છે. ત્યાર બાદ નકલી PSI વેપારીને ધમકાવીને ડરાવ્યા હતા.
મામલો સમાપ્ત કરવા PSI દ્વારા સોની વેપારી પાસે 31, 500 રૂપિયાની માગ કરી ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જો કે, સોની વેપારીને શંકા જતાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. વેપારીની ફરિયાદનાં આધારે સી. ડિવિઝન પોલીસે નકલી PSI ની ધરપકડ કરી છે અને સાથે જ નકલી PSI વિરુદ્ધ BNS ની કલમ 204, 308 (2) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
