<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ટંકારા જુગારધામ પ્રકરણમાં આરોપીએ ખોટું નામ આપ્યાનો થયો ખુલાસો.

એક આરોપીએ પોતાનું ખોટું નામ આપી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો

મોરબી :ટંકારા નજીક આવેલ હોટેલ કમ્ફર્ટમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી લઈને પોલીસે નવ આરોપીને ૬૩ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જે જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું ખોટું નામ આપી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો છે.

ટંકારા પોલીસે બાતમીને આધારે હોટેલ કમ્ફર્ટમાં જુગારધામ પર રેડ કરી હતી જ્યાં જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૨ લાખ, ફોર્ચ્યુનર કાર ૨ કીમત રૂ ૫૦ લાખ, મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી હતી જે જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું નામ ખોટું આપ્યાનું ખુલવા પામ્યું છે.

જુગાર રમતા ઝડપાયેલ આરોપી પૈકી એક આરોપી તીર્થ ફળદુ નામના ઉદ્યોગકારે પોતાનું નામ રવિ પટેલ લખાવ્યું હતું રવિ પટેલ નામના ઇસમનું આધારકાર્ડ મોબાઈલમાં બતાવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી ટંકારા પોલીસ તીર્થ ફળદુ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવા સંકેત પોલીસ મથકેથી પ્રાપ્ત થયા છે.


 

(1:16 AM IST)