<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

કચ્છની લાખેણી કાંકરેજ ગાય: વાલ્કા ગામના માલધારીની દરરોજ ૧૦ લિટર દૂધ આપતી ગાય ૫.૫૧ લાખમાં વેંચાઈ

કૂંઢી ભેંસ, ઊંટ, અશ્વો ઉપરાંત કાંકરેજ ઓલાદના બળદ તેમ જ ગાયની ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યના પશુ પાલકોમાં ઊંચી ડિમાન્ડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :  પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતો કચ્છ જિલ્લો જાતવાન પશુ ઓલાદો માટે પણ આગળ પડતું મહત્વ ધરાવે છે. અહીંની કૂંઢી ભેંસ, ઊંટ, અશ્વો ઉપરાંત કાંકરેજ ઓલાદના બળદ તેમ જ ગાયની ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યના પશુ પાલકોમાં ઊંચી ડિમાન્ડ રહે છે. ત્યારે નખત્રાણા તા.ના મોટા વાલ્કા ગામના માલધારી જુસબ હાજીઅલી સુમરાની અસલ કાંકરેજ નસલની ગાય અમદાવાદના માલધારી લાલાભાઈ રબારીએ ૫.૫૧ લાખ રૂપિયામાં ખરીદી છે. આ ગાય દરરોજ ૧૦ લીટર દૂધ આપતી હતી.

(9:27 AM IST)