News of Tuesday, 29th October 2024
સોમનાથના તાતીવેલા ગામના માજી ઓરડીને જાતે ગાર લીપણ કરે છે

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ર૯ :.. સોમનાથ તાલુકાના તાતીવેલ ગામના ૮૦ થી પણ મોટી ઉંમરના માજી લાખીબેન ભગાભાઇ બારૈયા કડેધડે છે.
દિવાળીના દિવસોમાં ઓરડી કે રૂમની સફાઇ રંગરોગાન માટે માણસો કારીગરો બોલાવે ત્યારે આ માજી આ ઉંમરે પણ જાતે ગાયનું છાણ, માટી અને ભુસું મેળવી પોતાની ઓરડીને ગાર લીપણ કરી દિવાળી માટે ઘર સુશોભન જાતે કરે છે.આખીયે દિવાલને ગારથી લીપી પ્રાચિન સંસ્કૃતિ જતન સાથે પોતાની મહેનત કશતા દાખવી સૌને પ્રેરણા આપે છે
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
