તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 29th October 2024
ભાજપ સંગઠન સંરચના માટે કર્ણાવતી મહાનગરના ચૂંટણી અધિકારી તરીકે પ્રદીપભાઇ ખીમાણીની નિમણુક
સંગઠનમાં નોંધપાત્ર કામગીરી કરીને અનેક જવાબદારી સુપેરે નિભાવનાર પ્રદીપભાઇ ખીમાણીને પક્ષ દ્વારા વધુ એક જવાબદારી સોંપવામાં આવી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯: પોરબંદર જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ સંગઠન સંરચના માટે કર્ણાવતી મહાનગરના ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રદીપભાઈ ખીમાણી જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ સતત દસ વર્ષ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વિનર તરીકે, છેલ્લા પાંચ દાયકાથી સંઘના સ્વયંસેવક તરીકે કાર્યરત રહી તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી બાદ જૂનાગઢમાં મહાનગર ભાજપના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ શાસક પક્ષના નેતા તરીકે, પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે, સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે સંગઠન ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાઓ આપી છે. તેમના સામાજિક કાર્યકાળ દરમિયાન તેમને ભારત જયોતિ એવોર્ડ, બેસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી એવોર્ડ, ઇન્દિરા ગાંધી સદભાવના એવોર્ડ, ગ્લોબલ ઇન્ડિયા ઓફ ધ યર એવોર્ડ, પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ, ગોલ્ડ સ્ટાર મિલેનિયમ એવોર્ડ, ભારત જયોતિ પુરસ્કાર, ઈન્ડો- થાઇલેંડ ઇન્ટરનેશનલ પર્સનાલિટી, ઇન્ડો- રશિયા ફ્રેન્ડશીપ એવોર્ડ, ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ એજયુકેશન, સહિતના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સાથે તેમને સેન્ટ્રલ બેંકના ડાયરેક્ટર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રી પ્રદીપભાઈ ખીમાણી સંગઠન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, ભાજપ ના અગ્રણી તેમજ લોહાણા સમાજ ના પણ અગ્રણી છે, તેમની આ નિમણુંક બદલ રાજકીય આગેવાનો સહીત મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
