News of Tuesday, 29th October 2024
પોરબંદરના વિશ્વા દઢાણીયાએ રતનટાટાની રંગોળી બનાવીને વડોદરામાં રંગ જમાવ્યો
૬૦ કિલો કલર અને ૯૦ કલાકની મહેનતથી કલાત્મક રંગોળી બની

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૯ : યુવતી વિશ્વા ડઢાણીયાએ વડોદરા ખાતે પરંપરા રંગોળી ગ્રુપ દ્વારા આયોજિત રંગોળી પ્રદર્શનમાં ભાગ લઇ રતનટાટાની અદભુત રંગોળી બનાવી પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે.
વિશ્વાએ વડોદરાની જેમ એમ.એસ.યુનિવર્સિટીમાં ફાઇન આર્ટનો અભ્યાસ પુર્ણ કરેલ છે અને ત્યારબાદ ભારતભરના અનેક કલા પ્રદર્શનમોમાં ભાગ લઇ પોતાની કલાનું કામણ પાથરેલ છે. વિશ્વાને ચિત્ર કામની સાથે સાથે રિયાલિસ્ટિક રંગોળી બનાવવાનો પણ ખુબ શોખ છે.
વડોદરાના ખુબ જ પ્રખ્યાત પરંપરા રંગોળી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દિવાળી નિમિતે ડઢાણીયાએ પણ ઉત્સાહ પુર્વક ભાગ લઇ ૯૦ કલાકની સતત મેહનત બાદ ૬૦ કિલો કલરના ઉપયોગથી રતન ટાટાની રંગોળી બનાવી ભારત રત્ન એવા રતન ટાટા ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. વડોદરા ખાતે યોજાયેલ આ રંગોળી પ્રદર્શનમાં બનાવેલી રંગોળીઓ ર૬ ઓકટોબરથી ૩ નવેમ્બર સુધી લોકો જોઇ શકે તે માટે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
વિશ્વાની આ અનેરી સિધ્ધિ બદલ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયાએ વિશ્વાને અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઅ ો પાઠવી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
