News of Tuesday, 29th October 2024
વઢવાણ પાસે ટ્રકે પાછળથી ડમ્પર ચાલક હડફેટે લઇ લેતા મૃત્યુ
ડમ્પર ઉભુ રાખી પાણી પીવા માટે ઉતરતા'તા

વઢવાણ,તા.૨૯: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વઢવાણ હાઇવે પર અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે.લખતર વઢવાણ હાઇવે ઉપર આવેલા ઝમર અને દેદાદરા પાટીયા વચ્ચે આવેલા જાંગડાસર મેલડીમાના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકને ટ્રકે અડફેટે લેતા તેનું મોત થયું છે.
ડમ્પર ચાલક જગદીશભાઈ અમરતભાઈ બારડ (ઉંમર વર્ષ-૫૫ ), મૂળ ગામ સદાદ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ત્યારે સાઈડમાં પોતાનું ડમ્ફર ઉભું રાખીને પાણી પીવા માટે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે સુરેન્દ્રનગર તરફથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર લાગતાની સાથે આશરે ૧૦ મીટર જેટલા જગદીશભાઈને ધસેડયા હતા. જેથી જગદીશભાઈનું ઘટનાસ્થળે મોત જ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વઢવાણ પોલીસને થતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ દવે, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મસાણી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માત કરી નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી હતી.
અકસ્માતમાં મળત પામેલાને વઢવાણ પોલીસ દ્વારા વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતા પરીવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. તથા નાના એવા સદાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
