તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 29th October 2024
સામખિયાળી ટોલ નાકા પાસેથી ૨૪ લાખના હેરોઇન સાથે પંજાબી શખસ ઝડપાયો

સામખિયાળી ટોલ પ્લાઝાથી ગામ તરફ જતા સર્વિસ રોડ પર પીકઅપ સ્ટેન્ડ પરથી પંજાબી શખ્શને હેરોઇનના જથ્થા સાથે ઝડપી લેવાયો(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯ :.. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગ૨ બાગમાર પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવળતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત તથા ધર્મેન્દ્રસિંહ હાકમસિંહ સોઢાનાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે સામખીયારી ટોલ પ્લાઝાથી સામખીયારી ગામ તરફ જતા ને.હા ના સર્વિસ રોડ ઉપર આવેલ પીકઅપ સ્ટેન્ડ ઉપર પરગટસિંગ સુલેખસંગ પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો રાખી ગે.કા.રીતે વેચાણ ક૨વાની પે૨વીમાં હોય જેથી સદરહુ જગ્યાએ રેઈડ દરમ્યાન તપાસ કરતાં સદરહુ ઇસમ પાસેથી માદક પદાર્થ હેરોઈન કુલ વજન ૪૭.૮૩૦ ગ્રામ જેની કિમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયાળી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે સામખિયારી પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે. .
આરોપી પરગટસિંગ સુલેખણસિંગ જાતે સિંગ ઉવ ૫૨ રહે ખદુર સાહેબ રોડ બાથ તરણતારણ પીન નંબર ૧૪૩૪૦૬ પંજાબ) પાસેથી પકડાયેલ મુદ્દામાલની વિગત (૧)હેરોઈન નેટ વજન ૪૭.૮૩૦ કિમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦/-(૨) મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-(૩)આધારકાર્ડ નંગ ૧ કિ.રૂ.૦૦/૦૦(૪) બે રેલ્વે ટીકીટ કિંમત રૂપિયા ૦૦/૦૦કુલ કિ.રૂા. ૨૪,૦૧,૫૦૦/-નો મુદ્દામાલ મળ્યો છે
આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં અમળતસર રૂરલ પો.સ્ટે ખાતે ગુ.૨.નં-૨૫૫૩૬૦૪૨૨૨૦૨૦૧/૨૨ આઈ.પી.સી કલમ-૩૦૪,૩૪ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
