<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ઝવેરચંદ મેઘાણીની કમ ર્-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લાના મોટી વાવડીની મુલાકાતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામની બોટાદ જિલ્લાના યુવા, સંનિષ્ઠ, સંસ્‍કળતિ-સાહિત્‍ય-પ્રકળતિ-પ્રેમી જિલ્લા વિકાસ અધિકારી- ડીડીઓ અક્ષય બુડાનીયા (આઈએએસ) મુલાકાતે આવ્‍યા હતા.

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રરિત થાય તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મોટી વાવડી ખાતે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્‍તકાલયની સ્‍થાપનાની ભાવના વ્‍યક્‍ત કરી હતી. 

બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ)એ ખેડૂત અગ્રણી રમેશભાઈ બદ્રેશિયાની ૧૦૦ વીઘામાં આધુનિક ઢબેપ્રાકળતિક ખેતીની મુલાકાત લીધી હતી. ખેતરમાં સ્‍થાપિત ખેતી અંગે સચોટ વિવિધ માહિતી આપતું આધુનિક ઉપકરણ ફાઈલો રસપૂર્વક નિહાળ્‍યું હતું. ખેતરમાં આવેલ ૧૦-ફૂટ ઊંડા અને એક વીઘામાં પથરાયેલા કળત્રિમ તળાવ માટે જિયો મેમ્‍બરેઈન માટે ગુજરાત સરકાર તરફથી રૂ. ૩.૫ લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે. જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ)એ ખેડૂત અગ્રણી રમેશભાઈ બદ્રેશિયાપ્રેરક કાર્યની પ્રશંસા પણ કરી હતી.

રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કિશોરભાઈ ધાધલ, પૂર્વ સરપંચ જયરાજભાઈ ધાધલ અને વલકુભાઈ ધાધલ, રાણપુર તાલુકા વિકાસ અધિકારી ચેતનભાઈ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલ, મદદનીશ ખેતીવાડી અધિકારી રવીન્‍દ્રસિંહ વાળા, તાલુકા વિસ્‍તરણ અધિકારી સુરેશભાઈ દુમાદીયા, તલાટી રવિરાજસિંહ રાઠોડ, ગ્રામ સેવક આઈ. પી. ગોહિલ, ખેડૂત અગ્રણી રમેશભાઈ બદ્રેશિયા અને પરિવાર : વાલજીભાઈ (પિતા), નરેશભાઈ અને સુરેશભાઈ (ભાઈ) અને દર્શન (પુત્ર), મોટી વાવડીના મૂળ વતની, હાલ ચોટીલા નિવાસી શિક્ષણ-વિદ્‌ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, રાણપુર તાલુકા એફપીઓના સીઈઓ મેહુલભાઈ બાવળીયા, સરકારી શાળાના આચાર્ય અનિલભાઈ ચૌહાણ, નાગજીભાઈ મોરડીયા (ચારણકી), રવિરાજભાઈ ધાધલ, ગજેન્‍દ્રસિંહ રહેવર અને મહેન્‍દ્રસિંહ રહેવરની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

 આલેખનઃ

 પિનાકી નાનકભાઇ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થા (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:08 AM IST)