<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

રાજ્‍યપાલ ફરી ટીમાણાના આંગણે

 

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ :.  તળાજા તાલુકાના  ટીમાણા ગામની સરકારી પ્રાથમિક શાળા એટલે કે સ્‍વ. શેઠ ખોડીદાસ સંઘજી પ્રાથમિક શાળાના ૧૫૧ વર્ષ પૂર્ણ થતા તેના  ‘સાર્ધ શતાબ્‍દી મહોત્‍સવ'માં   રાજ્‍યપાલશ્રી ટીમાણાના આંગણે પધારી રહ્યા છે.

આચાર્ય દેવવ્રતજીની અધ્‍યક્ષતામાં  તા. ૦૪/૧૧/૨૦૨૪ ના રોજ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે.  સાર્થ શતાબ્‍દી મહોત્‍સવ નિમિતે મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરોક્‍ત આ શાળામાં ૧૫૧ વર્ષમાં ભણીને ગયેલા તમામ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થવાનું છે.    ભૂતપુર્વ આચાર્ય તેમજ રાજ્‍ય એવમ રાષ્‍ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્‍માનિત શ્રી કેશવજીભાઇ ભટ્ટ દ્વારા લખાયેલ ટીમાણા ગામનો ઉજળો ઇતિહાસ દર્શાવતુ પુસ્‍તક  ગોડી કાંઠે ગામ ટીમાણાનું વિમોચન પણ આ કાર્યક્રમમાં થવાનું છે.  આ વર્ષે નિવળત થયેલા શિક્ષક ભાઇ - બહેનોનો વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઉપરાંત ટીમાણાના ૧૫૧ ખેડૂતોનું સન્‍માન  કરવામાં આવશે. ઉપરોક્‍ત કાર્યક્રમોમાં  રાજ્‍યપાલશ્રી સાથે સંતશ્રી સીતારામ બાપુ- અધેવાડા ઉપસ્‍થિત રહી આશિર્વચન આપશે. તેમજ સાંસદ અને મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્‍થિતી રહેશે. આ ઉપરાંત ધારાસભ્‍યશ્રી ગૌત્તમભાઇ ચૌહાણ, માજી ધારાસભ્‍ય કનુભાઇ બારૈયા, રાજુભાઇ રાણા વૈધ મહેન્‍દ્રસિંહજી સરવૈયા તેમજ વિવિધ પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહેવાના છે.

(11:13 AM IST)