<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

લાઠીમાં નરેન્‍દ્રભાઇ મોદીને આવકાર

અમરેલીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા. લાઠી-અમરેલી ખાતે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના વિવિધ વિભાગના અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી  સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ પુષ્‍પગુચ્‍છ આપી ઉમળકાભેર આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દુધાળા- લાઠી હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્‍વાગતમાં રાજ્‍ય પોલીસ વડા (ડી.જી.પી) શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્‍ટર  અજય દહિયા, જિલ્લા પોલીસ વડા  હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ - પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(11:45 AM IST)