હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શ્રી લક્ષ્મી માતાજીના પૂજન સાથે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે શ્રી લક્ષ્મી માતાજીના મંદિરોમાં ભાવિકો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.
આ સાથે દિપાવલી પર્વનો ઝગમગાટ જામ્યો છે. કાલે કાળી ચૌદશ અને ગુરૂવારે દિવાળી પર્વ ધામધમુથી ઉજવાશે.
ધનત્રયોદશીના નામે ઓળખાતી ધનતેરસ માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, દેવતાઓના વૈદ્ય ધન્વંતરિની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.એ સાથે કિંમતી ધાતુઓ, નવા વાહનો, નવી વસ્તુની ખરીદી કે મકાનના સોદા કરવા માટે ઉત્તમ મુહર્ત માનવામાં આવે છે. આજે સવારે ૧૦.૩૧ મિનિટે ધનતેરસ તિથિનો આરંભ થયો છે અને લગભગ ૨૦ કલાક સુધી અલગ અલગ ચોઘડિયા અને મુહુર્ત પ્રમાણે શુભ કાર્યો થશે.
ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે વસ્તુઓની ખરીદી કરવાથી વ્યક્તિને સુખ, સમળદ્ધિ, ધન, સંપત્તિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે. ધનતેરસની પૂજા માટે બપોરે ૧ કલાક ૪૧ મિનિટનું મુહૂર્ત છે. જોકે સૌથી વધારે ઉત્સુક્તા સોનાની ખરીદી માટેના મુહૂર્તની હોય છે. લોકો હોંશે હોંશે સોનું કે ચાંદી ખરીદવા માટે આવતીકાલે બજારમાં જશે. તિથિ શરૂ થાય એ પછી ૨૦ કલાક સુધી ખરીદીના યોગ છે એટલે લોકો ગમેત્યારે ખરીદી કરવા જઈ શકશે તેમ જ્યોતિષો જણાવે છે.
ધનતેરસ તિથિનું સમાપન ૩૦ ઓક્ટોબર, બપોરે ૧.૧૫ વાગ્યે થશે. લોકો દિવસ અને રાત્રિના નવી ખરીદી અને નવા સોદા કરશે અને આ વર્ષે મોટાંપાયે થાય એવી શકયતા છે. અલબત્ત, સોનું મોંઘું છે એટલે તેની માગ પર અસર પડી શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM