News of Tuesday, 29th October 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે જામતો શિયાળોઃ ઝાકળવર્ષા યથાવત

તસ્વીરમાં આટકોટમાં છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્વીર-કરશન બામટા-આટકોટ)
રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને આજે પણ ઝાકળવર્ષા થઇ હતી.
દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકની અસર અનુભવાય છે. જયારે બપોરના સમયે ગરમીની અસર વધવા લાગે છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ જંગવડ પાંચવડા જીવાપર વીરનગર ખારચીયા સહિત વિસ્તારોમાં ધુમ્મસ વીજીલીટી ઘટના વાહનો ધીમા ચાલ્યા હતા વાહન ચાલકો વાહનોની લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવું પડયું હતું. પતરા પર પાણી ટપકયા હતાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
