News of Tuesday, 29th October 2024
ફટાકડા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીનું ઢીમઢાળી દીધું
પ૦૦ રૂા.ના ફટાકડા કેમ લાવ્યા ? તેમ કહી પત્નીએ મારી લેતા પતિ નરબેસિંગે ઉશ્કેરાઇ જઇ ધોકાથી મારમારી પત્ની ભુરીબેનને પતાવી દીધી : મોરબી પાસે ફેકટરીમાં બનાવ

મોરબી, તા. ર૯ : ફટાકડા ફોડવામાં પતિ-પત્ની વચ્ચે ડખ્ખો, પતિએ પત્નીને ધોકો મારતા મોત થયું
મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝમાં પતિ પત્ની વચ્ચે ફટાકડા બાબતે ઝધડો થતા પતિએ ઉશ્કેરાઈ જઈને પત્નીને લાકડાનો ધોકો મારી દેતા તેનું મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ગાળા ગામની સીમમાં રહેતા દીપકભાઈ બગ્ગાભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મામાની દીકરી ભુરીબેન,તેના પતિ નરબેસિંગ, તેનો દીકરો વિશાલ અને દીકરી શાકુંતલા એમ ચારેય છેલ્લા ચારેક વર્ષથી મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝમાં રહે છે અને ત્યાં કામ કરે છે દરમ્યાન ગત તા. ૨૮ ના રોજ નરબેસિંગ એ તેના શેઠ પાસેથી ૫૦૦૦ રૂપિયા ઉપાડ લીધેલ હોય અને બધા પૈસા ભુરીબેનને આપી દીધા હતા બાદમાં જેથી ફટાકડા લેવા નરબેસિંગ એ પૈસા માગતા ૫૦૦ રૂપિયા આપ્યા હતા જેના ફટાકડા લઇ આવેલ હોય અને ફટાકડા ફોડી લીધા બાદ બધા સાંજે સાથે જમવા બેઠેલ હોય દરમિયાન ભુરીબેન એ તેના પત્નીને કહેલ કે ૫૦૦ રૂપિયાના ફટાકડા કેમ લાવેલ હોય તેમ કહીને ઝધડો કરવા લાગેલ અને ભુરીબેને તેના પતિને મારી લીધેલ જેથી નરબેસિંગ ખીજાઈ ને ત્યાં બાજુમાં પડેલ લાકડાના ધોકા થી ભૂરીબેનને માથામાં મારી દેતા તેનું મળત્યુ નીપજ્યું હતું. ધટનાની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી અને બનાવ અંગે હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
