News of Tuesday, 29th October 2024
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો
'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૯: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જેમા નાયબ કમિશનરશ્રી અજય ઝાંપડા, જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ગૌરાંગ નરે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ, હોમગાર્ડ્સ યુનીટ, જૂનાગઢ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.
આ દોડ બહાઉદીન કોલેજ જૂનાગઢ થી સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રઘ્ઘા સુમન અર્પણ કર્યા.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
