News of Tuesday, 29th October 2024
માધવપુરમાં થ્રી સ્ટાર હોટેલ ધ ફર્ન લિયો રિસોર્ટ સહેલાણીઓમાં અનોખુ આકર્ષણ
સીધાજ સનસેટનો લ્હાવો માણી શકાય છે દેશ-વિદેશના પર્યટકો ઉમટી રહ્યા છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ :.. માધવપુર ઘેડ દરીયા કિનારે રમણીય વિસ્તારમાં આવેલ ધ ફર્ન લિયો થ્રી સ્ટાર ના હોટેલ બિચ રિર્સોટ સહેલાણીઓ માટે અનોખુ આકર્ષણ જમાવ્યું છે.
હાલ દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલ વચ્ચે ફરવાના શોખીનો રાજકોટ - અમદાવાદ - મુંબઇ અને દેશ - વિદેશમાંથી પ્રવાસીઓ આકુદરતી નજારો નિહાળવા પ્રકૃતિનો આનંદ લેવા આવી પહોંચ્યા છે.
આ રિર્સોટમાં દરિયાની સામે જ રૂમોની અંદર બાલ્કની આવેલી છે. જયાથી પ્રવાસીઓ બેઠા બેઠા સીધા સન સેટનો નજારો માણી શકે છે.
આ રિર્સોટના સંચાલક વિપુલભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે સન સેટનો નજારો નિહાળો એટલે જાણે તેમને પૃથ્વી પરનું ર્સ્વગ હોય તેવી અનુભુતિ થાય છે. આ રિર્સોટના દરેક રૂમમાં એસી તથા ઇન્ટરકોમની સુવિધા ઉપલબ્ધ છે. જેથી રૂમમાં બેઠા બેઠા પ્રવાસીઓને સુવિધા આપી શકાય તેમજ રેસ્ટોરન્ટ પણ કાર્યરત છે. જેમાં કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ તેમજ નાસ્તા-ચા-પાણી મળે છે. તેમજ રિર્સોટમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ એકદમ માયાળુ અને સરળતાથી લોકોની સેવામાં ખડેપગે રહે છે. રિર્સોટ દ્વારા પ્રાયવેટ બિચ ઉભુ કરાયું છે. તેમાં સ્વીમીંગ પુલ મોકટેલ બેસવા માટે હટસ ઉભા કરાયા છે. આમ રિસોર્ટએ ખુબ આકર્ષણ જમાવ્યું છે. વધુ માહિતી માટે વિપુલભાઇ કોટેચાનો મો. નં. ૯૯ર૪૯ ર૯૭૬૭ ઉપર સંપર્ક સાધવા પી. આર. ઓ. એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
