<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જુનાગઢ ધ ફર્ન લિયો રિસોર્ટ પ્રવાસીઓ માટે અનોખુ આકર્ષણ સહેલગાણીઓ દ્વારા બુકીંગનો ધસારો

ફાઇવ સ્ટાર હોટલને ટકકર મારે તેવી સુવિધા ઉપલબ્ધઃ વિપુલભાઇ કોટેચા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯: જુનાગઢ શહેર પ્રવાસન સ્થળનું હબ બની ગયું છે. ગિરનાર રોપવે કાર્યરત થયો તેને ૪ વર્ષ તાજેતરમાં પુરા થયા અને ર૯ લાખ લોકોએ રોપવેનો આનંદ લીધો ત્યારે મોટા ભાગના પ્રવાસીઓએ ધ ફર્ન લિયો રિસોર્ટની મહેમાનગતી માણી રાજીપો વ્યકત કરેલ છે.

હાલમાં દિવાળીના તહેવારો વેકેશનને લઇને અત્યારથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને ભવનાથમાં એન્ટર થતાજ ગિરનાર દરવાજા રોડ પર પહેલા જ પ્રવાસીઓનું ધ્યાન કેન્દ્રીત થાય તેવો આ રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ બનેલ છે. તેવું ધ ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબ વિશાળ જગ્યામાં રોડ ટચ આવેલું છે જે ખુબ લોકોને પસંદ આવે છે.

આ રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચા એ જણાવ્યું હતું કે આ રિસોર્ટમાં ફાઇવસ્ટાર હોટલમાં મળતી સુવિધા કરતા પણ વધુ સુવિધા ઉપલબ્ધ છે જેમાં તમામ રૂમો એસી રજવાડી પલંગ સોફા ટીવી તેઢમજ બાલ્કનીથી હિલવ્યુ સ્વીમીંગ પુલ જીમ, બોકસ ક્રિકેટ સ્પાજિમ અને જુનાગઢનો સૌથી મોટો બેન્કવેટ હોલ રેસ્ટોરન્ટ સાંજે મનોરંજન માટે મોટું ટેરેસ અને અપંગ લોકો માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. ધરતી પરનું સ્વર્ગ હોય તેમ આ રિસોર્ટ પ્રવાસીઓ માટે ખુબ આકર્ષણ રૂપ બન્યો છે અનેઢ હાલમાં તહેવારો વેકેશનને લઇને બુકીંગ માટે ભારે ધસારો થઇ રહ્યો છે.

વધુ માહિતી માટે વિપુલભાઇ કોટેચા મો. નં. ૯૯ર૪૯ ર૯૭૬૭ ઉપર સંપર્ક સાધવા પી.આર.ઓ.એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(2:01 PM IST)