<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જામનગરમાં પાક નુકશાની મુદ્દે ''આપ'' દ્વારા વિરોધ પ્રદર્શન ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત

જામનગર : પાક નુકસાનીને લઈને કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ છે.  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં ખેડૂતો રજૂઆત માટે પહોંચ્યા  હતા.  કલેકટરને તાજેતરમાં જ થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે સહાય ચૂકવવા  માંગ  કરી છે.  નિષ્ફળ ગયેલ પાક સળગાવવા જતા પોલીસ સાથે ધારાસભ્ય સહિતના આપ કાર્યકરો નું ઘર્ષણ થયું હતું.  પોલીસે આપના ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત  કરી છે. (તસ્વીરાઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:13 PM IST)