News of Tuesday, 29th October 2024
પોરબંદર એસ. ટી. ડેપોની ૧૪ બસો અમરેલી મોકલતા ર દિવસ ગ્રામ્ય રૂટ બંધ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. એસ. ટી. ડેપોની ૧૪ બસો અમરેલીના લાઠી ગામે વડાપ્રધાનના કાર્યક્રમ માટે મોકલવામાં આવતા પોરબંદર ગ્રામ્યના મોટાભાગના રૂટ બે દિવસ સુધી કેન્સલ કરવામાં આવ્યા હતાં.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે વ્યવસ્થા માટે અવારનવાર એસ. ટી. બસો અન્ય શહેરોમાં ફાળવવામાં આવે છે ત્યારે શહેર - ગ્રામ્યના મુસાફરોને જરૂરી કામમાં શહેર જવા એસ. ટી. બસોનો ઉપયોગ કરી શકતા નથી. એસ. ટી. બસોના રૂટ કેન્સલ કરવામાં આવે ત્યારે મુસાફરોને મજબૂરીથી ખાનગી વાહનનો સહારો અને મોંઘા ભાડા ચૂકવવા પડે છે
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
