<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જેતપુરના ઉદ્યોગકારોની સંસ્થા ડાઇંગ ઍસોસીઍશન વિરૂધ્ધ હાઇકોર્ટમાં પી.ઍલ.આઇ. દાખલ કરવાની ધમકી આપી રૂપિયા ૧૧ લાખ પડાવ્યા

રૂપિયા લઇ હોદેદારોની સતામણી કરતા વકીલ સહિત બે સામે ફરીયાદ નોધાય

(કેતન ઓ ઝા દ્વારા) જેતપુર તા. ર૯ : શહેરનાં સાડી ઉદ્યોગના કારખાનેદારોની અગ્રણી સંસ્થા ડાઇંગ ઍન્ડ પ્રીન્ટીંગ ઍસોસીઍશનના સેક્રેટરી ચેતનભાઇ જાગીઍ શહેર પોલીસમાં ફરીયાદ નોîધાવતા જણાવેલ કે ડાઇંગ ઍન્ડ પ્રીન્ટીંગ ઍસોસીઍશન કારખાનાઅોમાંથી નીકળતુ દુષીત પાણી ફીલ્ટર પ્લાટ પાસે લાવી શુધ્ધી કરણ કરવાનું કામ કરે છે. આ પ્લાટાના ઇન્જીનીયર તરીકે ફરજ બજાવતા કર્મચારીને ફોન આવેલ કે હું અમદાવાદ હાઇકોર્ટના વકીલ રજનીકાંત ચૌહાણ બોલુ છું. ઍક માણસ તમારા ઍસોસીઍશન વિરૂધ્ધ પ્રદુષણ બાબતે પી.આઇ. ઍલ. દાખલ કરવા આવેલ છે.

જા તમારે સમાધાન કરવુ હોય તો તેની સાથે મીટીંગ કરાવી આપું. તમારે ખર્ચના પૈસા આપવા પડશે જા તમે સમાધાન નહી કરો તો ફરીયાદ દાખલ થશે તો તમે બધા ધંધે લાગી જશો. આ અંગે ઍસો.ના પ્રમુખ જેન્તીભાઇ રામોલીયાને જાણ કરતા વકીલે તેને પણ આ વાત કરેલ. સમાધાન કરવા માટેના સર્વ પ્રથમ વકીલ રજનીકાંત ચૌહાણે રપ લાખની માગણી કરેલ. જેની પ્રમુખે ના કહેતા તેણે રૂ. ૧૦ લાખમાં નકકી કરેલ. ગત તા. ૧પ-૧૦ ના રોજ ઍ વકીલ રાજકોટ આવતા રૂ. ૧૦ લાખ આપી પીઍલઆઇ દાખલ કરાવવા ઇચ્છતા વ્યકિતને સામે લાવવાનું કહેતા જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામનો ગોવિંદ કાનજીભાઇ ધડુક સામે આવેલ તેને આવુ કરવાનું કારણ પુછતા જણાવેલ કે તમે મને નોકરીઍ નહી રાખી બીજાને રાખ્યો હોય માટે આવુ કરેલ છે. રૂ. ૧૦ લાખ આપ્યા પછી પીઍલઆઇ દાખલ નહી કરે તેની ખાત્રી માંગતા બન્ને શખ્સોઍ લેખીત નોટરાઇઝ કરાવી આપ્યું છેકે આ બાબતે તેઅો પીઆઇઍલ દાખલ નહી કરાવે તે માટે તેમને રૂ. ૧૦ લાખ આપેલ બાદ થોડા દિવસો પછી વકીલ રજનીકાંત ચૌહાણે જેન્તીભાઇને ફોનમાં મેસેજ કરીને કહેલ કે ગોવિંદ મને રૂપીયા આપતો નથી. જેથી તમારે મને રૂપીયા આપવા પડશે. જે આપવાના ના કહેતા મેસેજ અને વોટસઍપ કોલ કરી સતામણી કરતો હોય તે પુર્વે મીટીંગ પાર્ટી બોલાવી રૂ.૧ લાખ આપી સમાધાન કરેલ.

આ અંગે ઍસોસીઍશનની સેક્રેટરીઍ વકીલ રજનીકાંત ચૌહાણ અને ગોવિંદ ધડુક વિરૂધ્ધ ફરીયાદ નોîધાવતા શહેર પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ  ૩૦ર (ર) ૬૧ (ર) પ, મુજબ ફરીયાદ નોîધી કાર્યવાહી હાથ ધરેલ.

(4:57 PM IST)