<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગીર ગઢડાના આંકોલાલી ગામે 45 વર્ષીય મહિલાની હત્યા : લૂંટના ઇરાદે હત્યા થયાની પોલીસને આશંકા

વૃદ્ધાને ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:વૃદ્ધાનાં કાનના દાગીનાની લૂંટ થયાહોવાથી હત્યા લૂટના ઈરાદે થઈ હોવાની શંકા

ગીર સોમનાથના ગીર ગઢડાના આંકોલાલી ગામે 45 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા પોલીસ સેવી રહી છે. વૃદ્ધાને ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ છે.

   વૃદ્ધાનાં કાનના દાગીનાની લૂંટ થયાહોવાથી હત્યા લૂટના ઈરાદે થઈ હોવાની શંકા છે. પોતાની વાડીએ રોટલા (ટિફિન ) આપવા જતા હતા. ત્યારે લાભુબેન ઉર્ફે જયા બેનની અવાવરૂ જગ્યા પર કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા, LCB, SOG તથા ગીરગઢડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


 

(7:56 PM IST)