<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

દિવાળીના દિવસોમાં કચ્છમાં રેકર્ડ બ્રેક ગરમી: રાજ્ય અને દેશમાં ભુજ સૌથી હોટ સીટી

દિવાળી દરમ્યાન શિયાળાની દસ્તક આપે એમ ગુલાબી ઠંડકનો અહેસાસ કરાવે એવું હવામાન હોય છે પરંતુ આ વર્ષે તો દિવાળી દરમ્યાન રેકર્ડ બ્રેક ગરમી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : પર્યાવરણને હળવાશ થી લેનારા અને ક્લાઈમેટ ચેન્જ વિશેની ચેતવણી તેમ જ ચર્ચાને ટાઈમપાસ જેવો વિષય ગણનારા આ બદલાતી સીઝનનો જો અહેસાસ કરે તો પર્યાવરણ પ્રશ્ને ચોક્ક્સ ગંભીર બને. સામાન્ય રીતે દિવાળીના તહેવારો શરુ થાય એ પૂર્વે નવરાત્રિ સમયથી જ કચ્છમાં મધરાતથી મળસ્કા દરમ્યાન ઠંડકનો અહેસાસ શરૂ થઈ જાય છે. 

      જે દિવાળી દરમ્યાન શિયાળાની દસ્તક આપે એમ ગુલાબી ઠંડકનો અહેસાસ કરાવે એવું હવામાન હોય છે. પરંતુ, આ વર્ષે તો દિવાળી દરમ્યાન રેકર્ડ બ્રેક ગરમી છે. રમા એકાદશીના દિવસે દિવાળીના પહેલા જ દિવસે કચ્છનું જીલ્લા મથક ભુજ ૪૦.૬ ડિગ્રી ધગધગતી ગરમી સાથે રાજ્યનું જ નહીં પણ દેશનું સૌથી હોટ સીટી બન્યું હતું.                    છેલ્લા ઘણા દિવસોથી ઉષ્ણતામાનનો પારો સત્તત ૩૭ ડિગ્રી થી ૪૦ ડિગ્રી વચ્ચે રહે છે. સૂરજનો તાપ ચામડી દઝાડે તેવો આકરો લાગી રહ્યો છે.

(9:26 AM IST)