તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
શિયાળો હવે ઢુકડોઃ જોરદાર ધુમ્મસઃ હિલ સ્ટેશન જેવો માહોલ
આજે સતત પાંચમાં દિવસે ઝાકળવર્ષા યથાવતઃ આછા વાદળા- પવનની લહેરખી સાથે ઠંડકનો ચમકારો

રાજકોટના મવડી વિસ્તારમાં ધુમ્મસ અને ઝાકળવર્ષા નજરે પડે છે.(૨.૧૧)
રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં હવે શિયાળો ધીમે-ધીમે જામવા લાગ્યો છે. ગયા રવિવારથી દરરોજ વહેલી સવારે ઝાકળવર્ષા થાય છે. આજે પણ વહેલી સવારે પાંચ વાગ્યાથી જોરદાર ઝાકળવર્ષા સાથે ધુમ્મસ છવાયુ હતું આજે ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે અને હિલ સ્ટેશન જેવો માહોલ છવાઇ ગયો છે. સવારે આછા વાદળા અને પવનની લહેરખી સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય રહ્યો છે.
જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. અને બપોરના સમયે અસહ્ય ગરમીની અસર વર્તાઇ રહી છે. જો કે કચ્છમાં વધુ ગરમીની અસર અનુભવાઇ રહી છે અને ઠંડક કે ઝાકળવર્ષાનો અનુભવ થયો નથી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૨.૫, મહતમ તાપમાન ૩૫, ભેજનું પ્રમાણ ૮૫%, પવનની ગતિ ૭.૫ કિ.મી. રહી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
